મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતનો બહિષ્કાર કરવાનું કહેનાર વિપક્ષ પર ભડક્યા શેખ હસીના, કહી દીધી આ વાત

માલદીવ્સે "Boycott India" કેમ્પેઈન ચલાવ્યા બાદ બાંગ્લાદેશમાં પણ જોર શોરથી 'Boycott Ind

ભારતનો બહિષ્કાર કરવાનું કહેનાર વિપક્ષ પર ભડક્યા શેખ હસીના, કહી દીધી આ વાત

માલદીવ્સે "Boycott India" કેમ્પેઈન ચલાવ્યા બાદ બાંગ્લાદેશમાં પણ જોર શોરથી 'Boycott India'ના કેમ્પેઈનની શરૂઆત થઈ હતી. જેમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશના વિપક્ષો દ્વારા ભારતીય ઉત્પાદનોનું બહિષ્કાર કરવાની વાતો ચલાવવામાં આવી હતી. ત્યારે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ વિપક્ષી સાંસદોની જાટકણી કાઢી હતી. 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના દેશના જ વિપક્ષી સાંસદો પર પ્રહારો કર્યા હતા. શેખ હસીનાએ પોતાની પાર્ટી અવામી લીગની સભાને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના નેતાઓ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "અત્યારે જે લોકો ભારતીય ઉત્પાદનોના બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે, તેઓ પહેલા એ જણાવે કે તેમની પત્નીઓ પાસે કેટલી ભારતીય સાડીઓ છે અને તેઓ શા માટે તેમાં આગ નથી લગાવી રહ્યા? મહેરબાની કરીને BNPના નેતાઓ મને આ વાતનો જવાબ આપો."

આ વર્ષે યોજાયેલી ચૂંટણી દ્વારા બાંગ્લાદેશમાં સતત ચોથી ટર્મ માટે સત્તા પર આવેલા શેખ હસીનાએ જણાવ્યું હતું કે જ્યારે BNP સત્તામાં હતી, ત્યારે તેમના મંત્રીઓ અને તેમની પત્નીઓ તેમની ભારત મુલાકાતો દરમિયાન સાડીઓ ખરીદતા હતા અને બાંગ્લાદેશમાં વેચતા હતા. વધુમાં તેમણે ભારતીય મસાલાઓ વિશે પણ વાત કરી હતી અને પૂછ્યું હતું કે શું વિપક્ષી નેતાઓના ઘરોમાં ભારતીય લસણ,ડુંગળી,આદુ અને અન્ય મસાલાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો?

ત્યારે બાંગ્લાદેશમાં 'ઇન્ડિયા-આઉટ' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેની શરૂઆત કેટલાક કાર્યકરો અને પ્રભાવશાળી લોકોએ કરી હતી પરંતુ વિપક્ષી BNP નેતાઓ દ્વારા તેને જબરદસ્ત રીતે સપોર્ટ આપવામાં આવ્યો છે. શેખ હસીનાની અવામી લીગે સતત ચોથી જીત મેળવ્યા બાદ તાજેતરના દિવસોમાં આ અભિયાને સખત વેગ પકડ્યો છે અને આમાં સામેલ લોકોનો દાવો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશમાં એટલા માટે સત્તામાં રાખવા માંગે છે કારણ કે તે ભારતના વ્યાપારિક હિતોને આગળ વધારી રહી છે.

આ સમાચાર શેર કરો