મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સ્કોટલેન્ડ/ નદીમાં ડૂબી જવાથી 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત, મિત્રો સાથે ગયા હતા ટ્રેકિંગ કરવા

સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ડૂબી જવાથી બંને વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ચાર મિત્રો લિ

સ્કોટલેન્ડ/ નદીમાં ડૂબી જવાથી 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત, મિત્રો સાથે ગયા હતા ટ્રેકિંગ કરવા

સ્કોટલેન્ડમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. ડૂબી જવાથી બંને વિધાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. ચાર મિત્રો લિન ઓફ ટુમેલ ટૂરિસ્ટ સ્પોટ, જે તેના ધોધ માટે પ્રખ્યાત છે, ત્યાં ટ્રેકિંગ માટે ગયા હતા. એક મૃતક 22 વર્ષનો અને બીજો 27 વર્ષનો હતો. ટ્રેકિંગ દરમિયાન બંનેએ અચાનક બેલેન્સ ગુમાવ્યું અને પાણીમાં પડી ગયા. બંનેના મૃતદેહ મળી આવ્યા છે. આ અકસ્માત બુધવારે રાત્રે થયો હતો.

ડંડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ

ચારેય ડંડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. બે વિધાર્થી પાણીમાં પડતાં જ બાકીના બંને મિત્રોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. બંને મૃતકો આંધ્રપ્રદેશના રહેવાસી હતા. લંડન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમના મૃતદેહ મળી આવ્યા છે. દૂતાવાસ વિદ્યાર્થીઓના પરિવારના સંપર્કમાં છે. સાથે જ ડંડી યુનિવર્સિટીએ પણ શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

મૃતદેહો મળી આવ્યા

તેમના મૃતદેહો પણ મળી આવ્યા છે. આ અકસ્માત બુધવારે રાત્રે થયો હતો. લિન ઓફ ટુમેલ પર્થશાયરના પિટલોચરીની ઉત્તર-પશ્ચિમે આવેલ છે. અહીં ટુમેલ અને ગેરી નદીઓનું સંગમ થાય છે. આ વિસ્તાર ખડકો અને ધોધ માટે પ્રખ્યાત છે.

આ સમાચાર શેર કરો