મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: એકાએક સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી, 25 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા

થાઈલેન્ડના બેંગકોંગમાં એક સ્કૂલ બસમાં એકાએક આગ લાગી હતી. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 25 વિદ્યાર્થીનાં મોત થયા

VIDEO: એકાએક સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠી, 25 વિદ્યાર્થીઓ જીવતા ભૂંજાયા

થાઈલેન્ડના બેંગકોંગમાં એક સ્કૂલ બસમાં એકાએક આગ લાગી હતી. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા  25 વિદ્યાર્થીનાં મોત થયાં છે. હજુ મૃત્યુ આંકડો વધવાની શક્યતા છે. સ્કૂલબસમાં કુલ 44 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાં 39 વિદ્યાર્થી અને 5 શિક્ષક હતાં.

આ દુર્ઘટના સમયે ત્રણ શિક્ષકો અને 16 બાળકો બહાર નીકળવામાં સફળ રહ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે. જો કે, તેમને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઈવર પણ બચી ગયો હતો. પરંતુ તે ઘટનાથી ડરી જતાં ભાગી ગયો હતો. પરિવહન મંત્રીએ જણાવ્યું કે, મંગળવારે બસ કેન્દ્રીય ઉથાઈ થાનીમાંથી વિદ્યાર્થીઓને અયુથયા લઈ જઈ રહી હતી. ત્યારે તેમાં અચાનક ટાયર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે. હજી વાસ્તવિક કારણ જાણવા મળ્યું નથી.

પીડિત પરિવારોને વળતર અપાશે

થાઈલેન્ડના વડાપ્રધાન પટોન્ગટાર્ન શિનાવાત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ લખી સંવેદના વ્યક્ત કરી હતી. મૃતકોના પરિવારોને વળતર પણ અપાશે. 

આ સમાચાર શેર કરો