મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈસ્ટર તહેવારને લઈને રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની કરી જાહેરાત 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત ક

ઈસ્ટર તહેવારને લઈને રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની કરી જાહેરાત 

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. પુતિને જાહેરાત કરી કે, શનિવાર રાત્રે 8:30 વાગ્યાથી રવિવાર મધ્ય સુધી ઈસ્ટર યુદ્ધવિરામ સુધી જ હશે. આ નિર્ણય ઈસ્ટર તહેવાર દરમિયાન માનવીય રાહત અને શાંતિના પ્રયાસો હેઠળ લેવાયો.

વ્લાદિમીર પુતિને શું કહ્યું?

પુતિને કહ્યું કે, તેમને આશા છે કે, યુક્રેન પર રશિયા દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામના ઉદાહરણનું અનુસરણ કરશે અને શાંતિનો રસ્તો અપનાવશે. આ નિર્ણય ઈસ્ટર તહેવારને જોતા માનવીય કારણોથી લેવાયો.

જો કે, પુતિને સેના પ્રમુખ વૈલેરી ગેરાસિમોવને નિર્દેશ આપ્યા છે કે, જો યુદ્ધવિરામ દરમિયાન જો યુક્રેન નિયમોનું પાલન નહીં કરે અથવા ઉલ્લંઘન કરશે તો સેનાને તૈયાર રહેવું જોઈએ.

હું ઝેલેન્સકીનો ચાહક નથી: ટ્રમ્પ

ગુરુવારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઝેલેન્સકી પ્રત્યે નરમ વલણ અપનાવતા કહ્યું કે તેમણે રશિયન હુમલા માટે તેમને જવાબદાર ઠેરવ્યા નથી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ કરવા માટે તમામ નેતાઓને દોષી ઠેરવ્યા છે. વ્હાઇટ હાઉસ ખાતે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે હું તેમને (ઝેલેન્સ્કી) યુદ્ધ માટે જવાબદાર નથી ઠેરવી રહ્યો, પરંતુ હું એમ પણ નહીં કહું કે તેમણે ખૂબ સારું કામ કર્યું છે. હું તેમનો ચાહક નથી. અગાઉ, ટ્રમ્પે યુદ્ધ માટે યુક્રેનને દોષી ઠેરવ્યું હતું અને લાખો મૃત્યુ માટે ઝેલેન્સકીને જવાબદાર ઠેરવ્યા હતા.

તાજેતરમાં, ઝેલેન્સકીએ રશિયા સાથે ટ્રમ્પના શાંતિ પ્રસ્તાવ વિશે કહ્યું હતું કે કોઈપણ ઉતાવળિયા નિષ્કર્ષ પર પહોંચતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર યુક્રેનની મુલાકાત લેવી જોઈએ અને ચર્ચ, હોસ્પિટલો અને યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના પરિવારોની મુલાકાત લેવી જોઈએ. તેમને જમીની વાસ્તવિકતાનો ખ્યાલ હોવો જોઈએ.

આ સમાચાર શેર કરો