Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Russia-Ukraine War: Russia besieges 2 Ukrainian cities, Putin asks Ukrainian soldiers to surrender

Russia-Ukraine War: યુક્રેનના 2 શહેરની રશિયાએ ઘેરાબંધી કરી, પુતિને યુક્રેની સૈનિકોને શરણે આવવા કહ્યું

Timeછેલ્લું અપડેટ : 30 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Russia-Ukraine War: યુક્રેનના 2 શહેરની રશિયાએ ઘેરાબંધી કરી, પુતિને યુક્રેની સૈનિકોને શરણે આવવા કહ્યું
સોર્સ : GSTV

Russia-Ukraine War: રશિયા- યુક્રેન યુદ્ધ સતત તીવ્ર બનતું જાય છે : રશિયા યુક્રેન ઉપર ભારે પડી રહ્યું છે બુધવારે રશિયન સૈનિકોએ સંરક્ષણ દીવાલ તોડી યુક્રેનના બે શહેરો પ્રોકોવસ્ક અને કુલિયાંસ્કમાં યુક્રેની સૈનિકોને ઘેરી લીધા છે પુતિને તેમને શરણાગત થવા એલાન આપ્યું છે.

App Store

રશિયા કહે છે કે, પૂર્વના દોનેત્સક પ્રાંતના પ્રોકોલસ્ક અને ઉત્તર- પૂર્વ ખાડીય ક્ષેત્રના રેલ જંક્શન કુપિયાંસ્કમાં તેની સેનાએ યુક્રેની સૈનિકોને ઘેરી લીધા છે. બીજી તરફ યુક્રેનના ઈસ્ટર્ન કમાન્ડના પ્રવક્તા હીરોકી શામોવાલે કહ્યું હતું કે, પ્રોકોવસ્કમાં પરિસ્થિતિ કઠોર છે પરંતુ કાબૂમાં છે.

મળતી માહિતી અનુસાર, યુક્રેન પરિસ્થિતિ છુપાવવા પ્રયત્ન કરે છે ઘેરાના દાવાને નકારવા છતાં યુક્રેની સેનાના 7મા રેપિડ એક્શન કોર્પે સ્વીકાર્યું હતું કે, કેટલાક રશિયન સૈનિકો પ્રોક્કોવસ્કમાં ઘૂસવામાં સફળ રહ્યા છે.

બુધવારે જ પુતિને સંકેત આપ્યો હતો કે બંને શહેરોમાં હાજર યુક્રેની સૈનિકોના આત્મ સમર્પણ સામે કોઈ અન્ય પ્રસ્તાવ તેમના તરફથી આવે તો પણ તે સ્વીકાર્ય નહીં બને. પોતાના દાવાની પુષ્ટિ કરતાં પ્રમુખ પુતિને પત્રકારોને તે વિસ્તારની મુલાકાત લેવાનું કહ્યું છે. આ પૂર્વે તા. 24મીએ કીમ જોંગ ઉન અને પુતિને ડૉનાલ્ડ ટ્રમ્પને કહી દીધું હતું કે, દબાણથી તેઓ ઝુકવાના નથી.