Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Reveal Israel's ambassador's sensational take on the Flydubai terrorist attack!

VIDEO: 'બીજું 9/11 કરવાનો પ્લાન હતો, પશ્ચિમી મીડિયાએ સાચું છુપાવ્યું!' ફ્લાયદુબઈ આતંકી હુમલા પર ઇઝરાયેલના રાજદૂતનો સનસનીખેજ ખુલાસો!

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ (Flydubai) ફ્લાઇટમાં નિષ્ફળ કરાયેલા આતંકવાદી હુમલાને લઈને ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રુવેન અઝારે પશ્ચિમી મીડિયાના પક્ષપાતી વલણ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હુમલાખોર ઓમાની કો-પાઇલટ ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોની હત્યા કરવા માંગતો હતો, છતાં કેટલાક પશ્ચિમી માધ્યમોએ સત્ય રજૂ કરવામાં પક્ષપાત દાખવ્યો હતો.

App Store

પશ્ચિમી મીડિયાના પક્ષપાત પર સવાલો

નવી દિલ્હીમાં આપેલા એક નિવેદનમાં ઇઝરાયેલી રાજદૂત રુવેન અઝારે જણાવ્યું હતું કે, "સંઘર્ષની શરૂઆતથી જ અમે જોયું છે કે પશ્ચિમ સહિત વિશ્વના કેટલાક મીડિયા આઉટલેટ્સ અત્યંત પક્ષપાતી વલણ સાથે રિપોર્ટિંગ કરી રહ્યા છે. વિશ્વના ઘણા દેશો કે લોકોને હજુ એ વાતનો અંદાજ નથી કે આતંકવાદના સતત ખતરા નીચે જીવવું કેવું હોય છે."

ભારત અને ઇઝરાયેલ તરત મામલો સમજી ગયા

તેમણે ભારત અને ઇઝરાયેલના સમાન અનુભવનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "ઇઝરાયેલીઓ અને ભારતીયો માટે આ બાબત ખૂબ જ સ્વાભાવિક હતી. અમે તરત જ સમજી ગયા હતા કે આ એક આતંકવાદી હુમલો જ હતો. અમારા માટે આ સત્ય સ્વીકારવું કે સમજવું જરાય અઘરું નહોતું. પરંતુ કેટલાક લોકો આ વાતાવરણથી અજાણ છે અથવા તો તેમના અલગ સ્વાર્થ અને હિતો છે, જેના કારણે તેઓ વાસ્તવિકતાને જેમ છે તેમ દર્શાવતા નથી."

તમામ મુસાફરોને મારવાનો હતો ઇરાદો

હુમલાખોર પાઇલટના ઇરાદા અંગે ખુલાસો કરતાં રાજદૂત અઝારે જણાવ્યું કે, "જ્યાં સુધી UAE સત્તાવાળાઓએ ઓમાની કો-પાઇલટ (જે પોતે હુમલાખોર હતો) દ્વારા આપવામાં આવેલી માહિતી સત્તાવાર રીતે જાહેર ન કરી, ત્યાં સુધી આ પશ્ચિમી મીડિયા રાહ જોતું રહ્યું. વાસ્તવમાં તે હુમલાખોર પ્લેનમાં સવાર તમામ નિર્દોષ મુસાફરોનો જીવ લેવા માંગતો હતો."

ઉલ્લેખનીય છે કે, હવામાં ઉડાન દરમિયાન ઓમાની કો-પાઇલટે વિમાનને તોડી પાડવાના ઇરાદે હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય કેપ્ટન અને મુસાફરોની સમયસૂચકતા તથા બહાદુરીના કારણે એક ભયાનક આતંકી દુર્ઘટના ટળી ગઈ હતી.