Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વીડિયો / અંદરની વાત : VIDEO: Mission Kerala 2026: From Wayanad to the Assembly, why has 'second home' become a question of prestige for Rahul Gandhi?

VIDEO: મિશન કેરળ 2026: વાયનાડથી વિધાનસભા સુધી, રાહુલ ગાંધી માટે કેમ 'બીજું ઘર' બન્યું પ્રતિષ્ઠાનો પ્રશ્ન?

Timeછેલ્લું અપડેટ : 30 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દક્ષિણ ભારતમાં સત્તાનું સંગ્રામ તેજ બન્યો છે. રાહુલ ગાંધીએ બીજા રાજયોને બદલે કેરલમાં પૂરી તાકાત લગાવી દીધી છે. આખરે કેરલની જીત કોંગ્રેસ અને ગાંધી પરિવાર માટે કેમ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે

App Store

દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી કેરલમ પર ફોકસ રાખી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સૌથી વધારે પ્રચાર-પ્રસાર કેરળમાં કરી રહ્યા છે. ઉમેદવારની પસંદગીમાં પણ રાહુલ સીધી રીતે જોડાયેલા છે. બીજુ બાજુ બંગાળ, આસમ, તામિલનાડુમાં પણ ચૂંટણી છે છતાં કોંગ્રેસનું ફોક્સ કેરલમ છે. રાજકિય નિષ્ણાતો માને છે કે કેરળની ચૂંટણી ગાંધી પરિવાર માટે સાખનો મુદ્દો બની ગઇ છે.

રાહુલ ગાંધી કેરલમમાં વાયનાડથી સાંસદ હતા. પ્રિયંકા ગાંધી હાલમાં રાહુલની સીટ વાયનાડથી સાંસદ છે. માટે ગાંધી પરિવાર માટે કેરલમ મહત્વનું છે. બીજુ કે, કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુડીએફ વિરોધ પક્ષમાં છે જેની સીધી લડાઇ શાસક પત્ર એલડીએફ સાથે છે. બીજી રાજ્યોમાં આસમને બાદ કરતા કોંગ્રેસની સીધી લડાઇ સત્તા પક્ષ સાથે નથી. માટે રાહુલ ગાંધી ફોકસ કરી રહ્યા છે. અન્ય વાત એ પણ છે કે એલડીએફના વડા મુખ્યમંત્રી પનિરાય વિજયન 10 વર્ષથી મુખ્યમંત્રી છે અને તેમની ઉંમર પણ વધી રહી છે. વિજયનનો કરિશ્મા પણ ખતમ થઇ રહ્યો છે જેનો લાભ કોંગ્રેસ મેળવવા માંગે છે. રાહુલ ગાંધી કેરલમને પોતાનું બીજુ ઘર માને છે. સાઉથના રાજયમોં કોંગ્રેસ મજબુત પણ છે. આ કારણે 2029 ચૂંટણીમાં કોંગ્રેસને વધારે સીટ પણ આપાવી શકે છે. આ રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી કેરલમને વધારે મહત્વ આપી રહ્યા છે.