Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / બુલેટિન : Afternoon Bulletin /New Disclosure of 9/11 Attack, Eiffel Tower Closure and BAPS Controversy, Parvadhiraj Paryushan Mahaparva Launched

VIDEO: AFTERNOON BULLETIN / 9/11 હુમલાનો નવો ખુલાસો, એફિલ ટાવર બંધ અને BAPS વિવાદ, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 08 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv
9/11 હુમલાનો નવો ખુલાસો
App Store
 
BBCની તપાસમાં ઓમર અલ-બાયોમીના સાઉદી અધિકારીઓ અને અલ-કાયદા નેતા અનવર અલ-અવલાકી સાથેના સંપર્કના પુરાવા મળતા FBIની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે.
 
 એફિલ ટાવર બંધ અને BAPS વિવાદ
 
પેરિસના એફિલ ટાવર ખાતે BAPS સંગઠનની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને હટાવવા બદલ વિરોધ ફાટી નીકળ્યો, જેનાથી ફ્રાન્સના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 
ભારતમાં ગોલ્ડ લોનમાં 68.9% ઉછાળો
 
રોજિંદા ખર્ચ માટે સોનું ગિરવે મૂકવાનું પ્રમાણ વધતા, RBIના જુલાઈ આંકડા મુજબ NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સમાં ગોલ્ડ લોનમાં મોટો વધારો થયો છે.
 
તહેવારોમાં મીઠાઈઓ થશે મોંઘી
 
આ તહેવારોમાં મોઢું મીઠું કરવું મોંઘુ પડશે ખાંડ અને ગોળના ભાવ વધતા ગણેશ ચતુર્થીથી દિવાળી સુધી મીઠાઈ, બિસ્કિટ અને ચોકલેટના ભાવ વધવાથી સામાન્ય વર્ગનું બજેટ ખોરવાશે.
 
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ
 
જૈન ધર્મના પવિત્ર પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો આજથી પ્રારંભ થયો છે. પર્યુષણ માત્ર તહેવાર નહીં પરંતુ આત્મનિરીક્ષણ, સંયમ, તપસ્યા અને ક્ષમાપનાનો પર્વ છે. આ દરમિયાન જૈન મંદિરો અને ઉપાશ્રયોમાં કલ્પસૂત્રવાંચન તથા મહાવીર જન્મવાંચનનું આયોજન થાય છે. અંતિમ દિવસે સંવત્સરી પર્વ પર પરસ્પર ક્ષમાયાચના સાથે ‘મિચ્છામિ દુક્કડ્ડમ્’ કહેવામાં આવે છે.
 
 તરણેતરના મેળામાં 52 ગજની ધજા
 
સુરેન્દ્રનગરનો સોલંકી પરિવાર છેલ્લા 36 વર્ષથી જાળવી રહ્યો છે અનોખી પરંપરા! 14 સપ્ટેમ્બરથી શરૂ થતા વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળા માટે 27 નક્ષત્ર અને 12 રાશિના પ્રતિકરૂપ 52 ગજની ધજા તૈયાર કરાઈ છે, જે ત્રિનેત્રેશ્વર મહાદેવજીને અર્પણ કરવામાં આવશે."
ટોપિક્સ:GSTV NewsGujarati News