મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, PSLની મેચ રદ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ નષ્ટ થઇ ગયું છે અને આખુ સ્ટેડિયમ તૂટી ગયું છે. PSLની મેચ પણ રાવલ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, PSLની મેચ રદ

ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમ નષ્ટ થઇ ગયું છે અને આખુ સ્ટેડિયમ તૂટી ગયું છે. PSLની મેચ પણ રાવલપિંડી સ્ટેડિયમમાં આજે રમાવાની હતી તેને રદ કરવામાં આવી છે. 

PSLની મેચ રદ

રાવલપિંડી સ્ટેડિયમમાં 8 મેએ ડેવિડ વોર્નરની કરાચી કિગ્સ અને બાબર આઝમની પેશાવર ઝાલ્મી વચ્ચે પાકિસ્તાન સુપર લીગની 27મી મેચ રમાવાની હતી. જોકે, હવે આ મેચને રદ કરવામાં આવી હોય તેવા સમાચાર છે.

ભારતે પાકિસ્તાનમાં કર્યા ડ્રોન હુમલા

ભારતીય સેનાએ પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. ભારતે પોતાની સરહદની અંદર જ મિસાઇલો છોડી હતી જેનાથી PoK સહિત પાકિસ્તાનના 9 ઠેકાણાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાનનો દાવો છે કે બુધવારની રાત્રે પણ ભારતે તેના કેટલાક ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. પાકિસ્તાની સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં કહેવામાં આવ્યું કે ભારતે ઇઝરાયેલી હેરપ ડ્રોન્સનો ઉપયોગ કરતા હુમલો કર્યો છે. પાક સેનાએ કહ્યું કે આ હુમલા લાહોર, કરાચી, ગુજરાંવાલા, ચકવાલ, રાવલપિંડી, બહાવલપુર,મિયાંવાલી અને ચોર શહેરમાં થયા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે આ હુમલા અમારા શહેરોને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો