Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Rain of bullets on Indian woman in California! Man stalked for months, killed

કેલિફોર્નિયામાં ભારતીય મહિલા પર ગોળીઓનો વરસાદ! મહિનાઓ સુધી પીછો કરનાર યુવકે કરી હત્યા

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
કેલિફોર્નિયામાં ભારતીય મહિલા પર ગોળીઓનો વરસાદ! મહિનાઓ સુધી પીછો કરનાર યુવકે કરી હત્યા
સોર્સ : gstv

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેક્રામેન્ટો શહેરમાં ભારતીય મૂળની 38 વર્ષીય મહિલા શાલિની ઠાકુરની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં 22 વર્ષીય રોહિત નામના યુવકનું નામ સામે આવ્યું છે. આરોપી છેલ્લા ઘણા મહિનાઓથી શાલિનીનો પીછો કરી રહ્યો હતો અને તેને સતત હેરાન કરતો હતો. શોપિંગ સેન્ટરમાં આવેલી એક રેસ્ટોરન્ટની બહાર બનેલી આ ઘટનામાં શાલિનીનું મોત થયું હતું. ત્યારબાદ આરોપીએ પણ પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. અમેરિકાની તપાસ એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

App Store

એરટેગ લગાવીને મહિલાની હિલચાલ પર રાખતો હતો નજર

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS)ના જણાવ્યા અનુસાર, રોહિત જાન્યુઆરી મહિનાથી જ શાલિની ઠાકુરનો પીછો કરી રહ્યો હતો. આરોપીએ શાલિનીની કારની નીચે એપલ એરટેગ (GPS ટ્રેકર) લગાવી દીધું હતું, જેના દ્વારા તે તેની હિલચાલ પર નજર રાખી શકતો હતો. એટલું જ નહીં, તેણે શાલિનીની કારના ટાયરમાંથી હવા પણ કાઢી નાખી હતી. શાલિની નોકરી પર જતી ત્યારે રોહિત તેની પાછળ જતો અને મદદ કરવાની ઓફર કરીને નજીક આવવાનો પ્રયાસ કરતો હતો.

ડુપ્લિકેટ ચાવી બનાવી ઘરમાં ઘૂસ્યો હોવાનો પણ આરોપ

સેક્રામેન્ટો કાઉન્ટી શેરિફ ઓફિસના જણાવ્યા અનુસાર, રોહિતે શાલિનીના અપાર્ટમેન્ટની ડુપ્લિકેટ ચાવી પણ બનાવી હતી. આ ચાવીની મદદથી તે શાલિનીની જાણ બહાર તેના ઘરમાં ઘૂસી ગયો હોવાનો આરોપ છે. શાલિની સૂતી હતી ત્યારે પણ આરોપીએ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાની વિગતો સામે આવી છે. લાંબા સમયથી ચાલતા આ પીછા અને હેરાનગતિનો અંત આખરે એક ભયાનક હત્યાકાંડમાં આવ્યો હતો.

ભાગવાનો પ્રયાસ કરતાં શાલિની પર ચલાવી ગોળીઓ

મળતી માહિતી મુજબ, 8 સપ્ટેમ્બરના રોજ શાલિની ઠાકુર પોતાની કાર પાસે પહોંચી ત્યારે રોહિત ત્યાં આવી પહોંચ્યો હતો. શાલિનીએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીએ તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ તેણે પિસ્તોલ કાઢીને શાલિની પર ઉપરાઉપરી ગોળીઓ ચલાવી હતી. શાલિની જમીન પર પડી ગયા બાદ પણ આરોપીએ નજીક જઈને તેના માથામાં ગોળી મારી હતી. આ હુમલા બાદ રોહિત પોતાની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે કાર રોકી ત્યારે આરોપી પણ મૃત હાલતમાં મળ્યો

ઘટના બાદ પોલીસ આરોપીની કાર સુધી પહોંચી હતી અને તેને બહાર આવવા માટે કહ્યું હતું. જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રોહિતે કારની અંદર જ પોતાને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. સેક્રામેન્ટો કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા પણ આ મામલે વિગતો આપવામાં આવી હતી.

2023માં અમેરિકામાં પ્રવેશ્યો હોવાની માહિતી

અહેવાલમાં જણાવ્યા અનુસાર, રોહિત ભારતીય નાગરિક હતો અને 2023માં એરિઝોના સરહદ મારફતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. તેને ગેરકાયદે ઇમિગ્રન્ટ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. જોકે, આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ, આરોપી અને મૃતક વચ્ચેના સંબંધો તથા હત્યા પાછળનાં ચોક્કસ કારણો અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થઈ શકે છે. અમેરિકાની સંબંધિત એજન્સીઓ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.