'માણસને ઈચ્છા પ્રમાણે મરવાનો અધિકાર', આ દેશમાં બિલ લાવવાની કરાઈ તૈયારી
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ ક

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ કિમ લીડબીટર લાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, છ મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતા વૃદ્ધ લોકો આ લાભ મેળવી શકશે. જો કે, તેનો ઉપયોગ કરવા માટે પોતાને નિર્ણય લેવો પડશે અને આ માટે વ્યક્તિએ માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. હવે આ બિલને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણાં લોકો કહે છે કે તેના દુરુપયોગની શક્યતા ઘણી વધારે છે.
આ પણ વાંચોઃ યુક્રેન પર રાશિયાનો ઘાતક હુમલો, 90થી વધુ મિસાઈલ અને 100 ડ્રોન ઝીંક્યા, 10 લાખ ઘરો બન્યા વીજળી વિહોણા
શું છે સમગ્ર મામલો?
મૃત્યુના અધિકારનો કાયદો બન્યા બાદ આ માટે ખાસ પ્રક્રિયા હાથ ધરાશે. આ અંતર્ગત મૃત્યુની ઈચ્છા રાખનાર વ્યક્તિએ બે અલગ-અલગ ઘોષણાપત્ર તૈયાર કરવો પડશે. જે સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવશે અને તેના પર તે વ્યક્તિની સહી પણ હશે. આ ઉપરાંત બે સ્વતંત્ર ડોકટરો પુષ્ટિ કરશે કે મૃત્યુ ઈચ્છતી વ્યક્તિ ખરેખર એવી સ્થિતિમાં છે કે, તેને પરવાનગી આપી શકાય. જરૂર પડ્યે આ તબીબ નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકશે. ત્યારબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ આમાંથી ઓછામાં ઓછા એક ડૉક્ટર સાથે વાત કરશે અને જો તેમને લાગશે તો મરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિની પૂછપરછ પણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા 7થી 14 દિવસમાં પૂરી થઈ શકે છે. જો કોઈનું મૃત્યુ નજીક છે તો આ સમય 48 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે.
આ કાયદા પર કોણ નજર રાખશે?
સાંસદ કિમ લીડબીટરના જણાવ્યા અનુસાર, 'ઈંગ્લેન્ડ અને વેલ્સના ચીફ મેડિકલ ઓફિસર્સ અને હેલ્થ સેક્રેટરીને આ કાયદા પર નજર રાખવા માટે અધિકૃત કરવામાં આવશે.' અગાઉ પણ અહીં મૃત્યુના અધિકાર સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં પણ આવા જ કાયદા અંગે ચર્ચા થઈ હતી. ત્યારબાદ હાઉસ ઓફ કોમન્સમાં અસિસ્ટેડ ડાઈંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સાંસદોએ તેને ફગાવી દીધું હતું. આવું જ એક બિલ 2021-22માં હાઉસ ઓફ લોર્ડ્સમાં પહોંચ્યું હતું. જુલાઈ 2022 અને એપ્રિલ 2024 માં મૃત્યુના અધિકાર સાથે સંબંધિત બિલ પર પણ ચર્ચા કરવામાં આવી છે.
મૃત્યુના અધિકાર અંગે બિલનો કેમ વિરોધ થઈ રહ્યો છે?
સાંસદ કિમ લીડબીટરના મૃત્યુના અધિકાર અંગના બિલનો ખૂબ વિવાદ થઈ રહ્યો છે. ઘણાં સાંસદોનું કહેવું છે કે આ કાયદાનો દુરુપયોગ થવાની ઘણી શક્યતાઓ છે. કેટલાક લોકો ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરીને અને દબાણ કરીને કોઈને પણ મરવા માટે મજબૂર કરી શકે છે. સંસદમાં છેલ્લી ઘડીએ પણ સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.






