મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO:વૈશ્વિક બજારમાં 'એઆઈ સુનામી'ની તૈયારીઓ

વૈશ્વિક ટેકનોલોજી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો મોટો જુવાળ આવી રહ્યો છે. ઓપનએઆઈ, એન્થ્રોપિક અને સ્

વૈશ્વિક ટેકનોલોજી સેક્ટરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ નો મોટો જુવાળ આવી રહ્યો છે. ઓપનએઆઈ, એન્થ્રોપિક અને સ્પેસએક્સ જેવી અગ્રણી વૈશ્વિક કંપનીઓ આગામી સમયમાં સંયુક્ત રીતે આશરે રૂપિયા ૬ લાખ કરોડનું નવું મૂડી રોકાણ મેળવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ તમામ ફંડિંગ આઈપીઓ અને નવા રાઉન્ડ્સ દ્વારા એકત્ર કરવામાં આવશે, જે સમગ્ર એઆઈ ઈકોસિસ્ટમમાં નવી ઉર્જાનો સંચાર કરશે. નિષ્ણાતોના મતે, આ જંગી રકમનો ઉપયોગ માત્ર એઆઈ મોડલ્સ વિકસાવવા માટે જ નહીં, પરંતુ મોટા ડેટા સેન્ટર્સ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્કિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને આધુનિક ચિપ્સના ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. હાલમાં એનવીડિયા, માઈક્રોસોફ્ટ અને મેટા જેવી દિગ્ગજ કંપનીઓ પણ આ ક્ષેત્રે અબજો ડોલરનો ખર્ચ કરી રહી છે, જે ભવિષ્યમાં કમ્પ્યુટિંગ ક્ષમતાની વધતી માંગને પહોંચી વળવા માટે અત્યંત જરૂરી છે.

આ સમાચાર શેર કરો