Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Possibility of civil war breaking out in Iran, Iran's army on high alert

ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ થવાની શક્યતા, SNSCની ચેતવણી પછી સેના હાઈએલર્ટ પર

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાનમાં ગૃહયુદ્ધ શરૂ થવાની શક્યતા, SNSCની ચેતવણી પછી સેના હાઈએલર્ટ પર
સોર્સ : Google

ઈરાન સમક્ષ નવો પડકાર ઉભો થયો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે (એસએનએસસીએ) ચેતવણી આપી છે કે માત્ર થોડા જ દિવસોમાં ઈરાનમાં નવા શાસન વિરોધી પ્રદર્શનો શરૂ થવા સંભવ છે.

App Store

ઈરાન બાહ્ય દુશ્મનો સામે લડી રહ્યું છે તેવામાં ત્યાં આંતરિક અશાંતિ ઉભી થઈ છે, તેવામાં ઈરાનની ભાંગી પડેલી અર્થવ્યવસ્થા પ્રત્યે તે કાઉન્સીલે ધ્યાન દોર્યું છે. સતત વધી રહેલી મોંઘવારી હવે હાથ બહાર જતી રહી છે. તેથી દેશભરમાં અસંતોષ વધતો જાય છે. તે રાષ્ટ્રીય સલામતી અને આંતરિક સ્થિરતા માટે ખતરારૂપ છે. આથી સલામતી દળોને હાઈએલર્ટ ઉપર રહેવા આદેશ અપાયો છે.

ન્યાયિક અધિકારીઓએ સ્પષ્ટ કહ્યું છે કે આમાં પ્રદર્શનો ઉપર મુહારબા (ઈશ્વર વિરૂદ્ધની શત્રુતા) જેવા ગંભીર આરોપો પણ મુકવામાં આવ્યા છે. તેમાં મૃત્યુદંડ જેવી પણ કલમો છે, સાથે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ એ કાનૂન તોડનારી સત્તાઓથી દૂર રહે.