VIDEO: PM મોદીને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું, જાણો કેમ છે ખાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતે છે. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની મુલાકાતે છે. ત્યારે મંગળવારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી સન્માનિત કર્યા છે. વડાપ્રધાને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ 140 કરોડ ભારતીયોનું સન્માન છે. આ ભારત અને રશિયા વચ્ચે વર્ષો જૂની મિત્રતાનું પ્રતીક છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ'થી નવાજવામાં આવ્યા છે. પીએમ મોદીને મળેલો આ પુરસ્કાર એ વાતનો પુરાવો છે કે તેમણે રશિયા અને ભારત વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવામાં અને બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારવામાં વિશેષ યોગદાન આપ્યું છે.
PM મોદી બે દિવસીય પ્રવાસ પર સોમવારે મોસ્કો પહોંચ્યા હતા
PM મોદી રશિયાના બે દિવસીય પ્રવાસ પર સોમવારે મોસ્કો પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. 1698માં ઝાર પીટર ધ ગ્રેટ દ્વારા ઇસુના પ્રથમ ધર્મપ્રચારક અને રશિયાના આશ્રયદાતા સંત સેન્ટ એન્ડ્રુના માનમાં સ્થપાયેલ, ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોસ્ટલ સૌથી ઉત્કૃષ્ટ નાગરિક અથવા લશ્કરી યોગ્યતા માટે એનાયત કરવામાં આવે છે.
પુતિને પીએમ મોદીને ઇલેક્ટ્રિક કારમાં ફેરવ્યા હતા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું તેમના ઓફિશિયલ હાઉસ નોવો-ઓગાર્યોવો ખાતે સ્વાગત કર્યું. બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ. પુતિન પીએમ મોદીને તેમના નિવાસસ્થાનની આસપાસ ફરવા લઈ ગયા. ઇલેક્ટ્રિક કારની સવારી લીધી અને ઘોડાનો તબેલો પણ બતાવ્યો. આ દરમિયાન બંને નેતાઓ હળવાશમાં જોવા મળ્યા હતા. આ વાતચીત દ્વિભાષી માધ્યમથી થઈ હતી. પુતિને ભારતની પ્રગતિમાં મોદીના યોગદાનની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.








