મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પીએમ મોદીએ કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં ભાગ લીધો, 4 કરોડ વેક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. સ્થાનિક સમય અનુસાર શનિવારે ક્વાડ સમિટમાં ભા

પીએમ મોદીએ કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં ભાગ લીધો, 4 કરોડ વેક્સિન ડોઝ આપવાની જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. સ્થાનિક સમય અનુસાર શનિવારે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. નરેન્દ્ર મોદી પીએમ તરીકે અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાતે ગયા છે અને હવે તેઓ નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલય (MEA) એ મંગળવારે માહિતી આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે.

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 21 સપ્ટેમ્બરના રોજ ડેલવેરના વિલ્મિંગ્ટનમાં આયોજિત QUAD  લીડર્સની ચોથી સમિટમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ યુએસ પ્રમુખ જો બાઈડેનની યજમાની હેઠળ આયોજિત કરવામાં આવી હતી. આ પછી, 22 સપ્ટેમ્બરે, તેઓ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાય સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેશે. પીએમ મોદી તેમના પ્રવાસના અંતિમ દિવસે 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્રની 'સમિટ ઓફ ધ ફ્યુચર'માં પણ ભાગ લેશે.

પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો, અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. અગાઉ, બંને નેતાઓએ ક્વાડ સમિટ અને કેન્સર મૂનશોટ ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

PM મોદીએ ક્વાડની સાથે જ જાપાનના PM Fumio કિશિદા સાથે મુલાકાત કરી 

ક્વાડ સમિટ દરમિયાન પીએમ મોદીએ જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત-જાપાન સહયોગને વધુ ગાઢ અને મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. PM મોદીએ PM કિશિદાને ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા માટે તેમના નેતૃત્વ માટે આભાર માન્યો હતો.

સર્વાઇકલ કેન્સરને ખતમ કરનાર ઓસ્ટ્રેલિયા વિશ્વનો પહેલો દેશ બનવા જઈ રહ્યું છેઃ PM અલ્બેનીઝ

કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની આલ્બાનીસે કહ્યું કે ઓસ્ટ્રેલિયા સર્વાઈકલ કેન્સરને દૂર કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનવાના માર્ગે છે.

ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની કેન્સર સંશોધન સંસ્થાઓ સાથે કામ કરી રહી છે-જાપાનના પીએમ કિશિદા

કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ કહ્યું, 'અમે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં કેન્સર પર કામ કરતી સંશોધન સંસ્થાઓને સહકાર આપી રહ્યા છીએ. સર્વાઇકલ કેન્સર સામેના પગલાંના સંદર્ભમાં, અમે તબીબી સાધનો અને સુવિધાઓને સમર્થન આપ્યું છે, તકનીકી સહાયની ઓફર કરી છે અને આવા પ્રયાસો ચાલુ રહેશે.

'દર વર્ષે 150,000 મહિલાઓ કેન્સરથી મૃત્યુ પામે છે, અમે આવું થવા દઈશું નહીં', જો બાઈડેન

કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં અમેરીકાના પ્રમુખ જો બાઈડને  કહ્યું કે દર વર્ષે ઈન્ડો-પેસિફિકમાં 150,000 મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી મૃત્યુ પામે છે. અમે આવું થવા દઈશું નહીં.

ભારત કેન્સર નિવારણ માટે 4 કરોડ રસીના ડોઝ આપશે, પીએમ મોદીએ જાહેરાત કરી

કેન્સર મૂનશોટ ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારત રેડિયોથેરાપી સારવાર અને ક્ષમતા નિર્માણમાં પણ સહયોગ કરશે. મને ખુશી છે કે ઈન્ડો-પેસિફિક દેશો માટે GAVI અને QUAD પહેલ હેઠળ ભારતમાંથી રસીના 40 મિલિયન ડોઝનું યોગદાન આપવામાં આવશે. આ 4 કરોડ રસીના ડોઝ કરોડો લોકોના જીવનમાં આશાના કિરણો બનશે. જેમ તમે જોઈ શકો છો, જ્યારે ક્વાડ પગલાં લે છે, તે માત્ર દેશો માટે નથી, તે લોકો માટે છે. આ આપણા માનવ-કેન્દ્રિત અભિગમનો સાચો સાર છે.

આ સમાચાર શેર કરો