મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સ્લોવાકિયાના વડાપ્રધાન પર હુમલા અંગે PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલાના સમાચાર પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર

સ્લોવાકિયાના વડાપ્રધાન પર હુમલા અંગે PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર જીવલેણ હુમલાના સમાચાર પર પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોને ગોળી મારવામાં આવી હતી.

પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યુ, 'સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર થયેલા ગોળીબારના સમાચારથી આઘાત લાગ્યો છે. હું આ કાયરતાપૂર્ણ કૃત્યની ટીકા કરૂ છું અને પીએમ ફિકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરૂ છું. આ મુશ્કેલ સમયમાં ભારત સ્લોવાકિયાના લોકો સાથે ઉભો છે.'

સ્લોવાકિયાના વડાપ્રધાન પર થયો હતો હુમલો

રોબર્ટ ફિકો બુધવારે સ્લોવાકિયાના શહેર હેન્ડલોવામાં પોતાના સમર્થકોને મળતા હતા આ દરમિયાન હુમલાખોરે રોબર્ટ ફિકોને પાંચ ગોળી મારી હતી. આ હુમલામાં રોબર્ટ ફિકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વડાપ્રધાનના સુરક્ષાકર્મીઓએ ઘટનાસ્થળેથી આરોપી હુમલાખોરને પકડી લીધો હતો જેની ઓળખ જુરાજ સિનટુલા (71 વર્ષ)ના રૂપમાં થઇ છે. આરોપી એક કવિ છે અને કહેવામાં આવે છે કે તે રોબર્ટ ફિકોની નીતિઓથી નારાજ હતો.

કોણ છે રોબર્ટ ફિકો?

રોબર્ટ ફિકોનો જન્મ વર્ષ 1964માં થયો હતો અને તેમને પોતાના રાજકીય કરિયરની શરૂઆત સ્લોવાકિયાની આઝાદી બાદ કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય તરીકે કરી હતી. રોબર્ટ ફિકો પાસે કાયદાની ડિગ્રી છે અને તેમને વકીલાતનો લાંબો અનુભવ છે. સ્લોવાકિયાની રાજનીતિમાં રોબર્ટ ફિકો એક મોટુ નામ છે. રોબર્ટ ફિકોએ વર્ષ 1992માં સ્લોવિકાયિની સંસદની ચૂંટણી લડી હતી અને વર્ષ 1999માં તે સ્મેર (ડાયરેક્શન) પાર્ટીના અધ્યક્ષ બન્યા હતા. રોબર્ટ ફિકો ડાબેરી વિચારધારા ધરાવે છે અને તેમને રશિયા સમર્થક નેતા માનવામાં આવે છે. ગત વર્ષે જ રોબર્ટ ફિકો સ્લોવાકિયાના વડાપ્રધાન બન્યા હતા અને તેમનો પીએમ તરીકે ચોથો કાર્યકાળ છે. રોબર્ટ ફિકોએ યૂક્રેન યુદ્ધના મુદ્દા પર અમેરિકા અને નાટો દેશોના વલણની ટીકા પણ કરી હતી.

આ સમાચાર શેર કરો