Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistani Defence Minister Hints at Woman Journalist's Question, Controversy Goes Viral

VIDEO: મહિલા પત્રકારના સવાલ પર પાકિસ્તાની રક્ષા મંત્રીનો ઈશારો, વીડિયો વાયરલ થતાં વિવાદ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 81મા સત્ર દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. વીડિયોમાં એક અફઘાન મહિલા પત્રકાર તેમને તાલિબાન (Taliban) અને અફઘાન મહિલાઓ અંગે પાકિસ્તાનના વલણને લઈને સવાલ કરતી જોવા મળે છે. જવાબ આપતી વખતે આસિફે તેમના પહેરવેશ તરફ ઈશારો કર્યો અને ગળા પર હાથ ફેરવવા જેવો ઈશારો કર્યો હોવાનું વીડિયોમાં દેખાય છે. કેટલાક અહેવાલોમાં આ ઈશારાને ધમકી સમાન ગણવામાં આવ્યો છે. જોકે, વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

App Store

મહિલા પત્રકારે શું સવાલ કર્યો?

પત્રકારે પૂછ્યું હતું કે તાલિબાનની અફઘાન મહિલાઓ અંગેની નીતિઓને લઈને પાકિસ્તાનનો સંદેશ શું છે? તેમણે એ પણ સવાલ કર્યો કે જ્યારે તાલિબાન સાથે પાકિસ્તાનના સંબંધો સારા હતા ત્યારે તેમની નીતિઓમાં ફેરફાર લાવવા માટે દબાણ કેમ કરવામાં આવ્યું નહોતું.

આસિફે શું કહ્યું અને શું ઈશારો કર્યો?

વીડિયોમાં આસિફ પત્રકારને વચ્ચે રોકતા જોવા મળે છે. તેમણે તેમના પહેરવેશ તરફ ઈશારો કરીને કહ્યું કે આ રીતે ત્યાં પાછા ન જવું, ત્યારબાદ ગળા પાસે હાથ ફેરવવા જેવો ઈશારો કર્યો. આસપાસ ઉભેલા કેટલાક લોકો હસતા પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ ઘટનાની ટીકા કરી અને ઈશારાને હિંસાની ધમકી તરીકે અર્થઘટન કર્યું છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે તણાવ

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધ્યો છે. તાજેતરમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં 10 સ્થળોને નિશાન બનાવી હવાઈ અને ડ્રોન હુમલા કર્યા હોવાની માહિતી સામે આવી હતી. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી અફઘાનિસ્તાન તરફથી થયેલા ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. બીજી તરફ, અફઘાન પક્ષે આ હુમલાઓની નિંદા કરી છે અને ચાર નાગરિકોના મોતનો દાવો કર્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઈને મુખ્ય ચર્ચા આસિફના ઈશારા અને મહિલા પત્રકારના સવાલના જવાબ આપવાની તેમની રીતને લઈને થઈ રહી છે.