VIDEO: મહિલા પોલીસકર્મીએ યુનિફોર્મમાં દબંગ સોંગ પર કર્યો ડાન્સ, ‘યે પોલીસ સ્ટેશન હૈ...’ ડાયલોગથી સર્જાયો વિવાદ
અમદાવાદના લાંભા વોર્ડના પૂર્વ કાઉન્સિલર માનસિંગ સોલંકીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોને લઈને વિવાદ સર્જાયો છે. “મયુરી બા” અને “લાડકી ભાણી બા” નામથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં મહિલા પોલીસકર્મી પોલીસ યુનિફોર્મમાં દબંગ ફિલ્મના સોન્ગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
પોલીસ યુનિફોર્મમાં બોલાયેલા ડાયલોગ અંગે ચર્ચા
વીડિયોમાં મહિલા પોલીસકર્મી બોલિવૂડ ફિલ્મના એક ડાયલોગનો ઉપયોગ કરતી પણ જોવા મળે છે. જેમાં પોલીસ સ્ટેશનને લઈને, 'જબ તક બેઠને ન કો બોલા જાયે તબ તક શરાફત સે ખડે રહો. યે પોલીસ સ્ટેશન હૈ, તુમ્હારે...' જેવા સંવાદનો સમાવેશ થાય છે. પૂર્વ કાઉન્સિલર દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાતા પોલીસ વિભાગની ગરિમા અને પોલીસ યુનિફોર્મમાં આવા ડાયલોગ બોલવાને લઈ ચર્ચા શરૂ થઈ છે. પોલીસકર્મી દ્વારા ફરજ દરમિયાન આ પ્રકારનો વીડિયો બનાવવામાં આવ્યો છે કે કેમ તે સહિતના મુદ્દે સવાલો ઉઠી રહ્યા છે.
હાલ આ વીડિયો કયા સંજોગોમાં બનાવવામાં આવ્યો અને તેને લઈને પોલીસ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. ઘટનાને પગલે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

