Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In case of Government Damage Control on contaminated water in Dholka, project worth Rs 171 crore sanctioned

VIDEO: ધોળકામાં દૂષિત પાણી મુદ્દે સરકાર ડેમેજ કન્ટ્રોલની સ્થિતિમાં, 171 કરોડનો પ્રોજેક્ટ મંજૂર

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ધોળકામાં નગરપાલિકાના દૂષિત અને કંપનીઓના કેમિકલયુક્ત પાણી સામે ખેડૂતોના આંદોલન બાદ સરકાર એક્શન મોડમાં આવી છે. ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ખેડૂતોના આક્રોશ સામે ડેમેજ કન્ટ્રોલ માટે આવ્યાં...માહિતી આપતાં જણાવ્યું કે ધોળકા વિસ્તારની જીવાદોરી સમાન કાંસના ડેવલપમેન્ટ માટે ૧૭૧ કરોડનો મોટો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, જેમાં ૫ વર્ષનું મેન્ટેનન્સ પણ સામેલ છે. આ યોજના હેઠળ ૨૧.૬૪ કિલોમીટરની ડ્રેઇન લાઇન તૈયાર કરાશે. જેમાં ચંદ્રભાગાથી મીઠીકુઈ સુધી ૬.૧૫૯ કિલોમીટર લાંબી બોક્સ ડ્રેઇન, મીઠીકુઈથી કેડીલા સુધી ૨.૯૫૧ કિલોમીટરની ખુલ્લી કાંસ અને બસ સ્ટેશન રોડ પર ૩.૩૦૨ કિલોમીટરની સ્ટ્રોમવોટર ડ્રેઇન બનાવાશે. ગીમાટેક્ષ કંપની પાસે નવું પમ્પિંગ સ્ટેશન બનાવી ૯.૨૩૦ કિલોમીટરની રાઇઝીંગ લાઇન મારફતે પાલિકાનું તમામ પાણી સીધું સાબરમતી નદીમાં ઠાલવવામાં આવશે. આ પ્રોજેક્ટથી ધોળકામાં પાણીના નિકાલ અને દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

App Store