VIDEO: કેમિકલયુક્ત પાણીથી જમીન બંજર બનતાં ધોળકામાં ખેડૂતોનું બંધનું એલાન, જિજ્ઞેશ મેવાણી સાથે ધરણાં
સોર્સ : gstv
અમદાવાદના ધોળકા તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાને લઈને પાંચથી વધુ ગામોના ખેડૂતો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભેટાવાડા, અંબારેલી, નેસડા, ત્રાસદ, પીસાવાડા અને પાલડીના ખેડૂતો મોટી સંખ્યામાં APMC ચોકડી ખાતે એકઠા થયા બાદ રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ ખેડૂતો અને મહિલાઓ સાથે કચેરીના ગ્રાઉન્ડમાં ધરણા પર બેઠા હતા.ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા ૧૫ વર્ષથી નગરપાલિકા અને ફેક્ટરીઓના ઝેરી પાણીથી ૧૦ હજાર એકર ફળદ્રુપ જમીન નકામી બની ગઈ છે. એક સમયની 'ફૂલોની નગરી' ઉજ્જડ બની છે અને કેન્સર તેમજ ચામડીના રોગોનું પ્રમાણ વધ્યું છે. પાકી બાંહેધરી નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે.

