Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Pakistan news: Attack on police convoy in Khyber Pakhtunkhwa, Pakistan's most dangerous area, 3 killed

Pakistan news: પાકિસ્તાનના સૌથી ખતરનાક વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ કાફલા પર હુમલો, 3નાં મોત

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Pakistan news: પાકિસ્તાનના સૌથી ખતરનાક વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસ કાફલા પર હુમલો, 3નાં મોત
સોર્સ : GSTV

Pakistan news: ઉત્તર-પશ્ચિમી પાકિસ્તાનના અશાંત પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે એક પોલીસ કાફલા પર IEDથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સહિત ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.

App Store

હાંગુ જિલ્લામાં થયો હુમલો
જિલ્લા પોલીસ અધિકારી ખાન જેબ ખાને જણાવ્યું કે, આ હુમલો હાંગુ જિલ્લામાં થયો હતો. પોલીસ કર્મચારીઓ શાંતિ સમિતિની બેઠકમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બેઠક કરબોઘા શરીફ ગામમાં યોજાઈ હતી, જેમાં પોલીસ અધિક્ષક અબ્દુલ સમદ ખાન અને પોલીસ ઉપાધીક્ષક મુજાહિદ હુસૈન સહિત અન્ય અધિકારીઓ પણ હાજર હતા.

હુમલામાં ત્રણને ઈજા
આ હુમલામાં થાણા પ્રભારી ઈમરાનુદ્દીન અને અન્ય બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક તહસીલ મુખ્યાલય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત હાલમાં ખતરાથી બહાર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સઘન તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.