મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શ્રેથા થાવિસિનની હકાલપટ્ટી બાદ થાઈલેન્ડને મળ્યા યુવા વડાપ્રધાન, જાણો કોણ છે

થાઈલેન્ડને નવા વડાપ્રધાન મળી ગયા છે. પૂર્વ વડા પ્રધાન અને અબજોપતિ તાક્સિન ચિનાવાટની 37 વર

શ્રેથા થાવિસિનની હકાલપટ્ટી બાદ થાઈલેન્ડને મળ્યા યુવા વડાપ્રધાન, જાણો કોણ છે

થાઈલેન્ડને નવા વડાપ્રધાન મળી ગયા છે. પૂર્વ વડા પ્રધાન અને અબજોપતિ તાક્સિન ચિનાવાટની 37 વર્ષીય પુત્રી પેટોંગટાર્ન સૌથી નાની વયના થાઈલેન્ડના દેશના વડાં પ્રધાન બન્યા છે. તમને જણાવી દઈએ કે, થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને નૈતિકતાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પદ પરથી હટાવી દીધા હતા. થાઈલેન્ડ સાંસદોની મંજૂરી બાદ શુક્રવારે પેટોંગટાર્નની નિમણૂક કરવામાં આવી હતી. 

પેટોંગટાર્ન ચિનાવાટ થાઈલેન્ડના સૌથી પ્રભાવશાળી રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા તાક્સિન ચિનાવાટને એક સમયે રાજકારણમાં હરાવવા ખૂબ મુશ્કેલ માનવામાં આવતા હતા.

ટાક્સિન ચિનાવાટ 2001માં સત્તા પર આવ્યા અને દેશના ઉત્તર અને ઉત્તર-પૂર્વીય ભાગમાં ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત લોકપ્રિય બન્યા હતા. પરંતુ તેમના સત્તાકાળ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો લાગ્યા અને દેશની સેના તેમને નાપસંદ કરવા લાગી હતી. પરિણામે 2006માં તેમને બળવા દ્વારા હાંકી કાઢવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, થાઈલેન્ડની સુપ્રીમ કોર્ટે બુધવારે વડાપ્રધાન શ્રેથા થાવિસિનને નૈતિકતાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં પદ પરથી હટાવી દીધા છે. કોર્ટે એક અઠવાડિયા પહેલા મુખ્ય વિપક્ષી પાર્ટીનું વિસર્જન કરવાનો આદેશ આપ્યો હતો. આ બે ઘટનાક્રમ બાદ થાઈલેન્ડના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પીએમ શ્રીથાએ પોતાની કેબિનેટમાં એક એવા સભ્યની નિમણૂકનો સમાવેશ કર્યો હતો જે એક કોર્ટ અધિકારીને કથિત રીતે લાંચ આપવાના પ્રયાસમાં જેલમાં હતો. શ્રેથા થાવિસિનના આ પગલાને નૈતિકતાનું ઉલ્લંઘન માની બંધારણીય કોર્ટે તેમને દોષી ઠેરવીને વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા છે.

આ સમાચાર શેર કરો