Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Our Occupation of Hormuz Now...'A Statement by Trump Rises Crude Oil Prices

VIDEO: હોર્મુઝ પર હવે અમારો કબજો...' ટ્રમ્પના એક નિવેદનથી ક્રૂડ ઓઈલની કિંમતો ઉછળી

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના વધુ એક ચોંકાવનારા નિવેદનને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ રોકેટની ઝડપે વધી ગયા છે. આ સાથે જ જાપાન, સાઉથ કોરિયા અને હોંગકોંગ સહિત વિશ્વભરના શેરબજારોમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

App Store

ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે, વ્યાપારિક અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પર હવે અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું છે. આ સાથે જ તેમણે ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ચૂકી હોવાનો દાવો પણ કર્યો હતો.

વાટાઘાટોની અફવાઓ ફગાવી

ટ્રમ્પે મીડિયા અહેવાલોને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈરાનને કોઈ સમજૂતી કે વાટાઘાટોની ટેબલ પર લાવવા માટે પ્રયાસ કરી રહ્યા નથી. તેમણે લખ્યું કે, "ઈરાન કોઈ સમજૂતી પર હસ્તાક્ષર કરે છે કે નહીં તેની મને જરાય પરવા નથી. હાલની સ્થિતિ અમેરિકા માટે ખૂબ જ મજબૂત અને સાનુકૂળ છે, કારણ કે હોર્મોઝ પર આપણું નિયંત્રણ છે અને ઈરાનની આર્થિક સ્થિતિ કંગાળ થઈ ચૂકી છે."

ક્રૂડ ઓઇલમાં ભડકો

વિશ્વની કુલ તેલ જરૂરિયાતના લગભગ 20% પુરવઠો જે માર્ગેથી પસાર થાય છે તે હોર્મુઝ સ્ટ્રેટ અંગેના ટ્રમ્પના દાવો બહાર આવતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં આગ લાગી ગઈ હતી.

બ્રેન્ટ ક્રૂડ (Brent Crude): પ્રતિ બેરલ $96 ની સપાટી વટાવી ગયું હતું.

WTI ક્રૂડ (WTI Crude): વધીને પ્રતિ બેરલ $92 ની નજીક પહોંચી ગયું હતું.

મર્બન ક્રૂડ (Murbann Crude): $104 પ્રતિ બેરલથી પણ ઉપર કારોબાર કરતું જોવા મળ્યું હતું.

શેરબજારોમાં કડાકો અને વૈશ્વિક ચિંતા

તેલના ભાવ વધવાની સાથે જ એશિયા સહિત સમગ્ર વિશ્વના શેરબજારોમાં ભારે વેચવાલીનો વાતાવરણ ઊભો થયો હતો. જાપાન, સાઉથ કોરિયા અને હોંગકોંગ જેવા મુખ્ય શેરબજારોમાં મોટો કડાકો નોંધાયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના માહોલને કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી અને આર્થિક મંદીનો ભય વધી ગયો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News