Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US threat to ships passing through Hormuz, impose tougher sanctions if you give Iran any information

VIDEO: હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા અને ઇરાન વચ્ચે પર્શિયન ગલ્ફમાં આવેલા વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તણાવ વધુ ઘેરો બન્યો છે. યુએસ ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ  દ્વારા વિશ્વભરના જહાજો અને શિપિંગ કંપનીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો તેઓ હોર્મુઝ સ્ટ્રેટ સંબંધિત બાબતોમાં કોઈપણ ઇરાની સંગઠનો સાથે માહિતી શેર કરશે, તો તેમની સામે કડક અમેરિકી પ્રતિબંધો લાદવામાં આવશે. અમેરિકી તંત્ર અનુસાર, ઇરાની સંસ્થાઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી આપવા બદલ જહાજો પર સેન્ક્શનનો મોટો ખતરો રહેશે, ભલે તેના બદલે કોઈ નાણાકીય લેવડ-દેવડ કે ચૂકવણી કરવામાં ન આવી હોય. વોશિંગ્ટને પોતાના આકરા વલણમાં ખાસ કરીને 3 ઇરાની સંસ્થાઓના નામ જાહેર કર્યા છે, જેમાં પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી, પર્શિયન ગલ્ફ મરીન ઇન્સ્યોરન્સ કંપની અને હોર્મુઝસેફ મરીન સર્વિસિસ ઓથોરિટીનો સમાવેશ થાય છે.

App Store