Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Only our control over Hormuz, nobody's interference will be tolerated

'હોર્મુઝ પર માત્ર અમારું જ નિયંત્રણ, કોઈની દખલગીરી સહન નહીં થાય', ઈરાનની અમેરિકાને સાફ વાત

Timeછેલ્લું અપડેટ : 29 Jun 2026
લાઇવ ટીવીGoogle News
'હોર્મુઝ પર માત્ર અમારું જ નિયંત્રણ, કોઈની દખલગીરી સહન નહીં થાય', ઈરાનની અમેરિકાને સાફ વાત
સોર્સ : Google

અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ હોવા છતાં બંને દેશો વચ્ચેનો વિવાદ હજુ શાંત થયો નથી. આ દરમિયાન ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, હોર્મુઝ જળમાર્ગ પર તેમનું જ નિયંત્રણ રહેશે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે, આગામી 1 મહિના સુધી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ઈરાની સેનાના કંટ્રોલમાં રહેશે.

App Store

હુમલા બાદ વાતચીત માટે બંને દેશો તૈયાર

તાજેતરમાં હોર્મુઝ વિસ્તારમાં એક જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. ત્યારબાદ અમેરિકાએ ઈરાની સંપત્તિઓ પર અને ઈરાને ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી ઠેકાણાઓ પર વળતા હુમલા કર્યા હતા. જો કે, 3 દિવસથી ચાલી રહેલા આ હુમલાઓ રોકીને બંને દેશો હવે કતારની રાજધાની દોહામાં આ અઠવાડિયે મંગળવારે વાતચીત કરવા માટે સહમત થયા છે.

સમજૂતી હેઠળ મળ્યો છે કંટ્રોલ

ઈરાનના વિદેશ મંત્રીએ બગદાદમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દાવો કર્યો હતો કે અમેરિકા સાથે સાઈન કરાયેલા એમઓયુ અંતર્ગત જ ઈરાનને હોર્મુઝ પર દેખરેખ રાખવાનો અધિકાર મળ્યો છે. ઈરાન આ માર્ગ પરથી પસાર થતા જહાજોની દેખરેખ અને ફી વસૂલવાના મામલે બિલકુલ પાછળ હટવા તૈયાર નથી.

અમેરિકાનો વિરોધ અને હોર્મુઝનું મહત્વ

બીજી તરફ અમેરિકા ઈરાનના આ નિયંત્રણનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, આ દરિયાઈ માર્ગ કોઈપણ ફી વગર આખી દુનિયાના જહાજો માટે ખુલ્લો રહે. મહત્વનું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ એ ફારસની ખાડી અને ઓમાનની ખાડીને જોડતો એક અત્યંત સાંકડો અને દુનિયાનો સૌથી વ્યસ્ત ઓઈલ ટ્રેડિંગ રૂટ છે, જ્યાંથી વિશ્વભરમાં તેલ અને ગેસની સપ્લાય થાય છે.