Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : 'Now, America is scrambling to buy Russian oil' - Iran takes a sharp dig at US, naming India

VIDEO: 'હવે, રશિયન તેલ ખરીદવા માટે અમેરિકા કરગરી રહ્યું છે'- ભારતનું નામ લઈને ઈરાને US પર કર્યો આકરો કટાક્ષ

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઈરાનમાં અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા જંગને કારણે ક્રૂડ ઓઈલના ભાવ બે-લગામ બની રહ્યા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે, જ્યાંથી વિશ્વનું 20% ક્રૂડ ઓઈલ પસાર થાય છે. આના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. આ દરમિયાન, વધતી કિંમતોને કાબૂમાં લેવા અને ગ્લોબલ સપ્લાય જાળવી રાખવા માટે અમેરિકાએ રશિયન તેલ પર લાદવામાં આવેલા પ્રતિબંધોને 30 દિવસ માટે હટાવી દીધા છે. આ નિર્ણય પર ઈરાને અમેરિકા પર આકરો કટાક્ષ કર્યો છે.

App Store

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું છે કે અમેરિકાએ પહેલા તો ભારત પર રશિયન તેલ ન ખરીદવા માટે દબાણ કર્યું હતું અને હવે તે વિશ્વભરમાંથી રશિયન તેલ ખરીદવા માટે કરગરી રહ્યું છે.

અરાઘચીએ એક અખબારના કટિંગને X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'અમેરિકાએ મહિનાઓ સુધી ભારત પર દબાણ લાવ્યું કે તે રશિયા પાસેથી તેલની આયાત બંધ કરી દે. ઈરાન સાથે બે અઠવાડિયા ચાલેલા યુદ્ધ પછી, હવે વ્હાઇટ હાઉસ ભારત સહિત આખી દુનિયાને વિનંતી કરી રહ્યું છે કે તેઓ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે.'

યુરોપ પર પણ નિશાન સાધ્યું

તેમણે પોતાની પોસ્ટમાં યુરોપને પણ આડે હાથ લીધું હતું. તેમણે કહ્યું, 'યુરોપને લાગ્યું હતું કે ઈરાન વિરુદ્ધના આ ગેરકાયદેસર યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાથી તેને રશિયા વિરુદ્ધ અમેરિકાનું સમર્થન મળી જશે. આ કેટલું દયનીય છે.'

અરાઘચીની આ પોસ્ટ અમેરિકાના એ નિર્ણય પર આવી છે, જેમાં તેણે રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવી દીધા છે. અમેરિકાએ યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ રશિયન તેલ પર પ્રતિબંધ લાદ્યો હતો. પરંતુ શુક્રવારે અમેરિકાએ આ તેલ પરના પ્રતિબંધોને 30 દિવસ માટે હટાવી દીધા છે. આ અંતર્ગત, 12 માર્ચ સુધી જેટલું રશિયન તેલ જહાજો પર લોડ થઈ ચૂક્યું છે, તે વિશ્વભરમાં વેચી શકાય છે.

યુરોપમાં ભાગલા

ટ્રમ્પ સરકારના આ નિર્ણય પર હવે યુરોપના મંતવ્યો પણ વહેંચાઈ ગયા છે. શુક્રવારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જે કહ્યું કે તેઓ આ નિર્ણય સાથે સહમત નથી. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધને ખતમ કરવા માટે આપણે રશિયા પર વધુ દબાણ લાવવું જોઈએ. રશિયન તેલ પરના પ્રતિબંધો હટાવવા જોઈએ નહીં, કારણ કે તેનાથી રશિયાને આર્થિક ફાયદો થશે.