મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઉ.કોરિયાએ તેના યુરેનિયમ એન્રિચમેન્ટ ફેસીલીટીના ફોટા કર્યા પ્રદર્શિત, પ્રમુખ કીમ જોંગ ઉન વિજ્ઞાનીકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા 

ઉત્તર કોરિયાએ આજે (શુક્રવારે) પહેલી જ વાર તેની યુરેનિયમ એન્રિચમેન્ટ ફેસીલીટીના ફોટા પ્રદર્શિત

ઉ.કોરિયાએ તેના યુરેનિયમ એન્રિચમેન્ટ ફેસીલીટીના ફોટા કર્યા પ્રદર્શિત, પ્રમુખ કીમ જોંગ ઉન વિજ્ઞાનીકો સાથે ચર્ચા કરતા જોવા મળ્યા 

ઉત્તર કોરિયાએ આજે (શુક્રવારે) પહેલી જ વાર તેની યુરેનિયમ એન્રિચમેન્ટ ફેસીલીટીના ફોટા પ્રદર્શિત કર્યા હતા. તેમાં પ્રમુખ કીમ જોંગ ઉન તે સમૃદ્ધ યુરેનિયમના પ્લાન્ટમાં વિજ્ઞાનીઓ અને ટેક્નિશ્યનો સાથે ચર્ચા કરતા દેખાતા હતા. તેઓ વિજ્ઞાનીઓને અને ટેક્નિશ્યનોને વધુ સેન્ટ્રી ફ્યુગલ્સ બનાવવા અનુરોધ કરતાં કહ્યું હતું કે વધુને વધુ પરમાણુ ટોચકા દેશના મિસાઇલ ઉપર લગાડવા પડે તેમ હોવાથી આપણે વધુ ને વધુ એ બોમ્બ બનાવવા પડે તેમ છે. તે માટે આપણે હજી પણ વધુ સેન્ટ્રી ફયુગલ્સ રચવા પડે તેમ છે.

વિશ્લેષણકારો કહે છે કે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશન (વિયેના)એ ઉ.કોરિયાને એટમ બોંબ નહીં બનાવવા ભારપૂર્વક કહ્યું હતું. પરંતુ તે પ્રત્યે 'ઐસી કી તૈસી' કરી ઉ.કોરિયાએ પરમાણુ બોમ્બ બનાવવાની શરૂઆત કરી જ દીધી હતી. આ પૂર્વે તેને રશિયા અને ચાઇનાએ સમૃદ્ધ યુરેનિયમ (યુ-૨૩૮) બનાવવામાં તેને પૂરી સહાય તેના વિજ્ઞાનીઓ અને ટેક્નિશ્યનોએ કરી હતી.

વાસ્તવમાં ઉ.કોરિયા પાસે પહેલેથી જ ૨૫૦ જેટલા પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તે માટે સમૃધ્ધ યુરેનિયમ અનિવાર્ય હતું. રશિયા અને ચાઇનાએ તે પુરુ પાડયું હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે તે વધુ સેન્ટ્રી ફયુગલ્સ બનાવી રહ્યું છે. તે માટે રશિયા-ચીન તેને સહાય કરે છે.

નિરીક્ષકો કહે છે કે વાસ્તવમાં કીમ જોંગ ઉને પહેલા ભૂમિગત ફેસિલિટી બનાવી જ દીધી હતી. પરંતુ હજી સુધી તેણે તે હકીકત ગુપ્ત રાખી હતી. પરંતુ અમેરિકન ચૂંટણી (પ્રમુખ પદની ચૂંટણી) નજીક આવે છે તે સાથે આ જાહેરાત કરવા પાછળ ઉનનો હેતુ તે ચૂંટણી પર પ્રભાવ પાડવાનો છે.

આ સમાચાર શેર કરો