Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : "Negotiations with America are the last chance to stop a military attack", Donald Trump's last warning to Iran

"અમેરિકા સાથે વાટાઘાટો એ જ સૈન્ય હુમલા રોકવાની અંતિમ તક", ઇરાનને ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી ચેતવણી

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
"અમેરિકા સાથે વાટાઘાટો એ જ સૈન્ય હુમલા રોકવાની અંતિમ તક", ઇરાનને ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી ચેતવણી
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સ્પષ્ટ કર્યું છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે નવી વાટાઘાટો એ ઇરાન માટે કોઈ નક્કર કરાર કરવા અને દેશ પરના અમેરિકી સૈન્ય હુમલાઓનું જોખમ અટકાવવા માટેની "છેલ્લી તક" છે. ટ્રમ્પે પત્રકારો સમક્ષ દાવો કર્યો હતો કે હોર્મુઝની ખાડી ફરી ખોલવા અને પરમાણુ કાર્યક્રમ અંગેની અમેરિકી ચિંતાઓ દૂર કરવા માટે આગામી 1 કે 2 દિવસમાં બેઠકો શરૂ થવાની પૂરી અપેક્ષા છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રક્રિયાના મુખ્ય બે તબક્કા રહેશે. જેમાં પ્રથમ તબક્કો વ્યૂહાત્મક ખાડી ખોલવાનો અને બીજો તબક્કો પરમાણુ નિઃશસ્ત્રીકરણનો રહેશે.

App Store

ઇરાન દ્વારા દાવાઓનું સત્તાવાર ખંડન

બીજી તરફ, ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બઘાઈએ ટ્રમ્પના આ તમામ દાવાઓને સ્પષ્ટપણે ફગાવતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં અમેરિકા સાથે કોઈપણ પ્રકારની સત્તાવાર વાતચીત થઈ રહી નથી. ઇરાન હાલમાં હોર્મુઝની ખાડીમાંથી કોમર્શિયલ શિપિંગના પુનઃપ્રારંભ માટે માત્ર ઓમાન સાથે જ કામચલાઉ માર્ગ બનાવવા અંગે ચર્ચા કરી રહ્યું છે. ઇરાને પુષ્ટિ કરી છે કે અમેરિકા સાથેની તમામ મુખ્ય બાબતો પર કોઈ નવી સીધી ચર્ચા શરૂ થઈ નથી.

સાઉદી અરેબિયાની મધ્યસ્થી અને હુમલા રદ

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સના વિનંતી ભરેલા ફોન કોલ બાદ ટ્રમ્પે ગત સપ્તાહના અંતે ઇરાન પરના આયોજિત મોટા સૈન્ય હુમલાઓ રદ કર્યા હતા. યુદ્ધની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 12 મી વખત ટ્રમ્પે પોતાના સંભવિત હુમલાઓ પડતા મૂક્યા છે. સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપતા ટ્રમ્પે ઇરાની નેતૃત્વની આલોચના કરી હતી અને કહ્યું હતું કે તેઓ બેઠકો માટે વિનંતી કરે છે પરંતુ જાહેરમાં આવી વાતચીતથી નકારો આપે છે.

હોર્મુઝની ખાડી અને કરારનું મહત્ત્વ

હોર્મુઝની ખાડીમાં પરસ્પર સ્વીકાર્ય માર્ગ શોધવો એ ગત 18 જૂનના રોજ હસ્તાક્ષર કરાયેલા સમજૂતી કરારની મૂળભૂત શરત છે. ઇરાન અને ઓમાન વચ્ચે વચગાળાના કોરિડોર અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી રહી છે. જે કાયમી માર્ગ નક્કી ન થાય ત્યાં સુધી ઉપયોગમાં લેવાશે. આ સમગ્ર ભૌગોલિક તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પ્રવાહ અને આર્થિક બજારો પર ગંભીર અસરો પડી રહી છે. જેને તાત્કાલિક ધોરણે ઉકેલવી અત્યંત આવશ્યક બની ગયું છે.