મૂળ ઉપલેટાના રહેવાસી નરેશ સોલંકીનો વિદેશમાં દબદબો, યુએસના આ શહેરના સતત ત્રીજી વખત મેયર બન્યા
ગુજરાતના મૂળ ઉપલેટાના રહે

ગુજરાતના મૂળ ઉપલેટાના રહેવાસી આહીર સમાજના નરેશ સોલંકીએ વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ સેરોટીસ સિટીમાં ઉપલેટાના નરેશ સોલંકી ફરીથી મેયર બન્યા છે. નરેશ સોલંકીએ દેશનું તો ગૌરવ વધાર્યું છે, સાથે સાથે ઉપલેટા, રાજકોટ જીલ્લો, ગુજરાત રાજ્ય, સમગ્ર આહીર સમાજનું ગૌરવ વધાર્યુ છે.
નરેશ સોલંકી અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેરોટીસ સિટીના ત્રીજી વખત મેયર બન્યા છે. ત્રીજી વખત મેયર બનતા પરિવાર સહિત સૌ કોઈમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
વર્ષ 1988થી અમેરિકાના સેરોટીસ શહેરમાં નરેશ સોલંકી વસવાટ કરે છે. 2007થી 2015 સુધી તેમની સેરોટીસ શહેરના પ્લાનિંગ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. નરેશ સોલંકી વર્ષ 2015માં સેરોટીસ સિટી કાઉન્સીમાં પ્રથમવાર ચૂંટાયા હતા. વર્ષ નરેશ સોલંકીના પરિવારમાં પત્ની પ્રિતિ, બે બાળકો મેહુલ અને જય છે. નરેશ સોલંકી સાઉથ કેલિફોર્નિયામાં રિટેઇલ ગ્રોસરી સુપરમાર્કેટની કંપનીના CEO અને પ્રેસિડન્ટ પણ છે.






