મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

લાહોરમાં સરબજીતના હત્યારાનો ખેલ ખલાસ, અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને કરી હત્યા

પાકિસ્તાનના લાહોરમાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં 'અજાણ્યા હુમલાખોરો'એ ગોળી મારીને હત્યા કરી દીધી છ

લાહોરમાં સરબજીતના હત્યારાનો ખેલ ખલાસ, અજાણ્યા હુમલાખોરે ગોળી મારીને કરી હત્યા

પાકિસ્તાનના લાહોરમાં અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં 'અજાણ્યા હુમલાખોરો'એ ગોળી મારીને હત્યા કરી દીધી છે. આમિર સરફરાઝ એ જ વ્યક્તિ છે જેણે ISIની સૂચના પર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીતની હત્યા કરી હતી. સરફરાઝે પાકિસ્તાનની લખપત જેલમાં સરબજીતનું પૉલિથીન ગળું દબાવી અને માર મારીને હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબના સરબજીતને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પાકિસ્તાની સેનાએ પકડ્યો હતો.

તમને જણાવી દઈએ કે સરબજીત સિંહ 30 ઓગસ્ટ 1990ના રોજ ભૂલથી પાકિસ્તાની સરહદમાં પહોંચી ગયો હતો. પરિણામે પાકિસ્તાની સેનાએ તેની ધરપકડ કરી હતી. સરબજીતને લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના આરોપ બાદ કેદ કરવામાં આવ્યો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 1991માં સરબજીત સિંહને બોમ્બ બ્લાસ્ટના આરોપમાં ફાંસની સજા સંભળાવવામાં આવી હતી. લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સરબજીત સિંહને પાકિસ્તાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

સરબજીત સિંહ ભારત-પાક સરહદ પર આવેલા તરણ તારણ જિલ્લાના ભિખીવિંડ ગામનો ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતાં જ પાકિસ્તાનની સરહદે પહોંચી ગયો હતો. અહીં તેની પાકિસ્તાન આર્મીએ ધરપકડ કરી હતી. સરબજીત સિંહને લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં આરોપી બનાવવામાં આવ્યો હતો. આ બોમ્બ હુમલામાં 14 લોકોના મોત થયા હતા. સરબજીત સિંહને 1991માં બોમ્બ વિસ્ફોટોની હારમાળામાં કથિત સંડોવણી બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. લાહોરની કોટ લખપત જેલમાં કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ સરબજીત સિંહને પાકિસ્તાને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

આ સમાચાર શેર કરો