પાકિસ્તાનની જેલમાં ગુજરાતના સૌથી વધુ માછીમારો કેદ, બે લોકોના મોત પણ થયા
ગુજરાતના 134 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હોવાનું સામે આવ્યું છે. દેશના જે રાજ્યમાંથી સૌથી

ગુજરાતના 134 જેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હોવાનું સામે આવ્યું છે. દેશના જે રાજ્યમાંથી સૌથી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ હોય તેમાં ગુજરાત મોખરે છે.
21 મે, 2008ના 'ઇન્ડિયા-પાકિસ્તાન એગ્રીમેન્ટ એક્સેસ' પર કરવામાં આવેલા હસ્તાક્ષર અનુસાર ભારત અને પાકિસ્તાનને દર વર્ષે જાન્યુઆરી તેમજ જુલાઇમાં તેમની જેલમાં એકબીજાના કેટલા સામાન્ય નાગરિકો-માછીમારો જેલમાં કેદ છે તેની વિગતની આપ-લે કરવી પડે છે.
211 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ
1 જુલાઇ 2024ના આપવામાં આવેલી આ પ્રકારની યાદી અનુસાર કૂલ 211 ભારતીય નાગરિક-સંભવિતપણે માછીમારો પાકિસ્તાનની કેદમાં છે. જેમાં ગુજરાતના સૌથી વધુ 134 માછીમારોનો સમાવેશ થાય છે. આ યાદી પ્રમાણે ગુજરાતના બે માછીમારોના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પણ થયાનું સામે આવ્યું છે. હાલ પાકિસ્તાનની જેલમાં કેદ 209 માછીમારોમાંથી 51 માછીમાર 2021થી, 130 માછીમારો 2002થી, 9 માછીમારો 2023થી પાકિસ્તાનની જેલમાં છે.આ વર્ષે 19 માછીમારોની પાકિસ્તાન દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હિન્દુઓ પર વધ્યા હુમલા; બાંગ્લાદેશમાં 2200 કેસ તો પાકિસ્તાનમાં 112 કેસ નોંધાયા
પાકિસ્તાનની જેલમાં ક્યા રાજ્યના સૌથી વધુ માછીમારો
| રાજ્ય | માછીમાર |
| ગુજરાત | 134 |
| દમણ-દીવ | 24 |
| મહારાષ્ટ્ર | 18 |
| ઉત્તર પ્રદેશ | 17 |
| તમિલનાડુ | 07 |
| પશ્ચિમ બંગાળ | 07 |








