મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

સોના કરતા પણ મોંઘી છે આ ધાતુ, પૃથ્વી પર છે સૌથી દુલર્ભ, જાણો તેની કિંમત

સોનું દુનિયામાં સૌથી આકર્ષક અને મોંઘી ધાતુ માનવામાં આવે છે. સોનાના ભાવોની વધઘટ પર સૌની નજર હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લ

સોના કરતા પણ મોંઘી છે આ ધાતુ, પૃથ્વી પર છે સૌથી દુલર્ભ, જાણો તેની કિંમત

સોનું દુનિયામાં સૌથી આકર્ષક અને મોંઘી ધાતુ માનવામાં આવે છે. સોનાના ભાવોની વધઘટ પર સૌની નજર હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સોના કરતા પણ એક મોંઘી ધાતું છે તેનું નામ રોડિયમ છે. રોડિયમની રાસાયણિક સંજ્ઞા Rh અને પરમાણુ સંખ્યા 45 છે. નિષ્ણાતોનું માનવું છે કે રોડિયમ દુલર્ભ છે અને કાર નિર્માણમાં વપરાતું હોવાથી તેની કિંમત વધારે છે.

સોનાની કિંમત 75 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ છે ત્યારે રોડિયમની કિંમત 1.50 લાખ રૂપિયા આસપાસ છે જે સોના કરતા પણ ડબલ ભાવ છે. રોડિયમ કયારેય શુધ્ધ સ્વરૂપે મળતું નથી તેમાં પ્રોસેસ કરવી પડે છે. પ્લેટિનમ,તાંબા અને નિકલના સંશોધન પછી મળે છે. રોડિયમ વિશે માનવામાં આવે છે કે 1800ની સાલમાં ક્રિસમસના અવસરે યુકેના વૈજ્ઞાનિક વિલિયમ હાઇડ વોલાસ્ટન શુધ્ધ પ્લેટિનમનો અયસ્કનો ટુકડો નુએવા ગ્રેનેડા (કોલંબિયા) માં ગેર કાયદેસર રીતે લાવ્યા હતા.

તેમનું માનવું હતું કે આનાથી નવી રાસાયણિક પ્રક્રિયા તૈયાર કરી શકાશે જે નરમ પ્લેટિનમ બનાવી દેશે પરંતુ તેમણે જે નમૂનો મંગાવ્યો હતો તે એક નવી અને દુલર્ભ ધાતુ હતી. વિલિયમે એક એવી રાસાયણિક પ્રક્રિયા શરૂ કરી જેણે પ્લેટિયમને અલગ કરીને સ્થિતિ સ્થાપક બનાવી દીધું હતું. આ પ્રયોગ પછી ધુલનશીલ અને ગેર ધુલનશીલ બંને પ્રકારના અવશેષો મળ્યા હતા. છેવટે તેમાંથી લાલ રંગનું સોલ્ટ બચ્યું હતું.

પ્લેટિનમમાં આ પ્રકારનું લાલ નમક હોતું નથી. ત્યાર પછી વૈજ્ઞાનિક એવા તારણ પર પહોંચ્યા હતા કે આની અંદર કોઈ અન્ય વસ્તુ પણ છે. ઇસ 1803-1804 દરમિયાન બે ધાતુની શોધ કરી જેમાં એકનું નામ પેલેડિયમ અને બીજાનું નામ રોડિયમ રાખ્યું હતું. રોડિયમ અત્યંત ચમકતી ધાતુ છે જેના પર કાટ લાગતો નથી. આનો ઉપયોગ ઓટોમોબાઈલ, આભૂષણ, રસાયણ અને વીજળી ક્ષેત્રમાં થાય છે. આ ધાતુ દુલર્ભ હોવાથી તેની કિંમત ખૂબજ ઉંચી રહે છે.

આ સમાચાર શેર કરો