પશ્ચિમ કોંગોમાં બોટ દુર્ઘટનામાં 80થી વધુ લોકોના મોત, રાત્રીના સમયે બની હતી દુર્ઘટના
બેની, કોંગો: માઈ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે બ

બેની, કોંગો: માઈ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ જણાવ્યું હતું કે સોમવારે મોડી રાત્રે બનેલી આ ઘટના રાત્રિના અંધારાને કારણે થઈ હતી. અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે ‘ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ક્વા નદી પર બોટ અકસ્માતમાં 80 થી વધુ લોકોના મોત થયા છે.’
આ અકસ્માતમાં બે બોટનો સમાવેશ થાય છે, જેમાંથી એક રાજધાની કિંશાસા તરફ જઈ રહી હતી તે દરમિયાન તેનું એન્જિન થઇ ગયું હતું. કોંગો રિવર ઓથોરિટીના અધિકારી રેઈન મેકરે જણાવ્યું હતું કે તે અન્ય બોટ સાથે અથડાઈ હતી જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.
માઈ-નડોમ્બે પ્રાંતના ગવર્નર રીટા બોલા દુલાએ જણાવ્યું હતું કે "અમે બચી ગયેલા લોકો અને અન્ય મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયામાં છીએ". કોંગોના પાણીમાં જીવલેણ બોટ અકસ્માતો અવારનવાર થાય છે, ત્યાં જહાજો મોટાભાગે કાર્ગોથી ભરેલા હોય છે. મધ્ય આફ્રિકન દેશના વિશાળ જંગલવાળા વિસ્તારમાં બહુ ઓછા પાકા રસ્તાઓ છે અને નદી દ્વારા મુસાફરી સામાન્ય છે.
રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા મૃત્યુઆંક 80 જાહેર કરવામાં આવ્યો છે. આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે તપાસની માંગ થઇ રહી છે.






