મિલેટ્રી બેઝ પર ભયંકર વિસ્ફોટ, 20 જવાનોના મોત, વડાપ્રધાને આપ્યાં તપાસના આદેશ
Massive explosion at military base in Cambodia : કંબોડિયાના એક સૈન્ય મથક પર ભયંકર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમા

Massive explosion at military base in Cambodia : કંબોડિયાના એક સૈન્ય મથક પર ભયંકર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 20 સૈનિકોના મોત થયા છે. કંબોડિયાના વડાપ્રધાન હુન મૈનેટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી વિસ્ફોટનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ તપાસના આદેશ આપી દેવાયા છે.
વડાપ્રધાન મૈનેટ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, શનિવાર બપોરે કંબોડિયાના પશ્ચિમમાં એક સૈન્ય મથક પર બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં 20 સૈનિકો માર્યા ગયા અને કેટલાક ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત સૈનિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
મૃતકોના અને ઈજાગ્રસ્તોના પરિવારને સરકાર સહાય પણ આપશે
સાથે જ વડાપ્રધાને આ વિસ્ફોટમાં મૃત્યુ પામનારા સૈનિકોના પરિવારજનોને વચન આપ્યું છે કે સરકાર તમામ મૃતક સૈનિકોના અંતિમ સંસ્કારની ચૂકવણી કરશે. મૃતકોના અને ઈજાગ્રસ્તોના પરિવારને સરકાર સહાય પણ આપશે.






