મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો માર્ચ, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં પણ થયો વધારો

અલ નીનો (El Nino) ની સ્થિતિ અને માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે ગયા વર્ષના જુન મહિનાથી સતત દસ મહિના તાપમાનનો નવ

અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો માર્ચ, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં પણ થયો વધારો

અલ નીનો (El Nino) ની સ્થિતિ અને માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે ગયા વર્ષના જુન મહિનાથી સતત દસ મહિના તાપમાનનો નવો રેકોર્ડ સર્જાયો હોવાનું યુરોપિયન યુનિયનની હવામાન સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું. કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ (C3S) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન 14.14 ડિગ્રી રહ્યું હતું જે 1850થી 1900ના ઓદ્યોગિક ક્રાંતિ પૂર્વેના તાપમાનની સરેરાશ કરતાં 1.68 ડિગ્રી સેલ્શિયસ વધારે હતું.

1991-2020 દરમ્યાન દુનિયાના સરેરાશ તાપમાન કરતાં આ તાપમાન માર્ચમાં 0.73 ડિગ્રી વધારે હતું. અગાઉ માર્ચમાં નોંધાયેલાં સર્વાધિક તાપમાન કરતાં આ તાપમાન 0.10 ડિગ્રી સેલ્શિયસ વધારે હતું. C3S દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાન્યુઆરીમાં પહેલીવાર સમગ્ર વર્ષના સરેરાશ તાપમાન વધારાનો દોઢ ડિગ્રીનો રેકોર્ડ તુટી ગયો હતો. દોઢ ડિગ્રી તાપમાનની મર્યાદા પેરિસ કરારમાં નિશ્ચિત કરાઈ હતી. જે લાંબા ગાળાના ગરમ તાપમાનના સંદર્ભે છે.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જળવાયુ પરિવર્તનની ખરાબ અસરો નિવારવા દુનિયાના દેશોએ તેમના સરેરાશ તાપમાનમાં ઔદ્યોગિક ક્રાંતિ પૂર્વેના તાપમાન કરતા દોઢ ડિગ્રીથી વધારે વધારો ન થાય તે જોવું જોઇએ. 1850-1900ની સરેરાશ તાપમાનની સરખામણીમાં પૃથ્વીની સપાટીનું તાપમાન 1.15 ડિગ્રી તો ક્યારનું વધી ચૂક્યુ છે. જે સવા લાખ હજાર વર્ષ પૂર્વે જોવા મળ્યું હતું.

હવામાનમાં કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન નામના ગ્રીન હાઉસ ગેસનું પ્રમાણ ઝડપથી વધી રહ્યુ હોવાથી પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયો હોવાનું મનાય છે. 174 વર્ષના ઓબ્ઝર્વેશનલ રેકોર્ડ અનુસાર 2023નું વર્ષ દુનિયામાં સૌથી ગરમ વર્ષ હતું. જેમાં સપાટી પર સરેરાશ તાપમાનમાં 1.45 ડિગ્રીનો વધારો જણાયો હતો.

આ સમાચાર શેર કરો