પાકિસ્તાનમાં ટાર્ગેટ કિલિંગમાં ભારતનો હાથ હોવાના અનેક પુરાવા, પાકિસ્તાન ISPRના ડીજીનો દાવો
પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના DG મેજર

પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યો છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના DG મેજર જનરલ અહમદ શરીફ ચૌધરીએ આરોપ લગાવ્યો કે પાકિસ્તાનમાં તાજેતરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓમાં ભારતનો હાથ છે. પાકિસ્તાન પાસે તેના પુરતા પુરાવા છે.
મેજર જનરલ ચૌધરીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે તેની સરહદોની અંદર વિવિધ વ્યક્તિઓની ટાર્ગેટ કિલિંગમાં ભારતની સંડોવણીના અનેક પુરાવા છે. જો કે, ભારત વિરુદ્ધ વૈશ્વિક નિંદાને બદલે, પાકિસ્તાનને આ આરોપો પછી શંકા અને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.
જનરલ હેડક્વાર્ટર ખાતે મીડિયાને સંબોધતા મેજર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે, "ભારતની હત્યાનો સિલસિલો હવે વિવિધ દેશોમાં ફેલાઈ ગયો છે. બીજા દેશમાં શીખ નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી લઈને પાકિસ્તાનમાં વ્યક્તિઓની હત્યામાં ભારત સામેલ છે."
પાકિસ્તાન પાસે હત્યાઓ પાછળ ભારતની સંડોવણીના અનેક પુરાવા છે," મેજર જનરલ ચૌધરીએ ઉમેર્યું હતું કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ભારતની વ્યૂહરચનાઓનો પર્દાફાશ કર્યો છે.






