Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Major explosion at gas plant in Qatar worries global energy market

VIDEO: કતારમાં ગેસ પ્લાન્ટમાં મહાવિસ્ફોટ, વૈશ્વિક ઊર્જા બજારમાં ચિંતા

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દોહાની રાજધાની કતારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે... અહીંના લાફાન ઔદ્યોગિક વિસ્તારમાં ભયાનક વિસ્ફોટ થયો છે..જેમાં 54 કર્મચારીઓ ઘાયલ છે જ્યારે અન્ય 18 કર્મચારીઓ હજુ પણ લાપતા હોવાનું જાણવા મળે છે. બારઝાન' ગેસ પુરવઠા પ્લાન્ટમાં આ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે કર્મચારીઓ ટર્મિનલમાં ફરીથી કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઈરાન દ્વારા કરવામાં આવેલી બોમ્બાર્ડમેન્ટ અને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ની નાકાબંધીને કારણે અગાઉ કતારને પોતાની કામગીરી અટકાવવી પડી હતી. આ નાકાબંધીને કારણે કતાર તેના ગ્રાહકોને ગેસનો પુરવઠો પહોંચાડવામાં અસમર્થ હતું, જેના પરિણામે ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ થાળે પડતાં જ્યારે ફરીથી ઉત્પાદન પુનઃશરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે આ વિસ્ફોટ થયો હતો.દુનિયાના અગ્રણી કુદરતી ગેસ ઉત્પાદકોમાં સ્થાન ધરાવતા કતારના આ મહત્વપૂર્ણ નિકાસ કેન્દ્રમાં થયેલા આ અકસ્માતને કારણે વૈશ્વિક ઊર્જા બજારોમાં ભારે ઉથલપાથલ થવાની શક્યતા છે. કતાર પર નિર્ભર રહેલા વિશ્વના અનેક દેશો માટે આ દુર્ઘટના એક મોટો આંચકો છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdohakatar