Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Know which Asian country Trump will make a trade deal with, which will invest billions of dollars in America

જાણો એશિયાના કયા દેશ સાથે Trump કરશે Trade Deal, જે Americaમાં કરશે અબજો ડોલરનું રોકાણ

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જાણો એશિયાના કયા દેશ સાથે Trump કરશે Trade Deal, જે Americaમાં કરશે અબજો ડોલરનું રોકાણ
સોર્સ : Google

અમેરિકન પ્રમુખ Donald Trump એશિયન દેશો સાથે કરી રહ્યા છે Trade Deal. ભારત અને ચીન બાદ હવે ટ્રમ્પે વધુ એક એશિયાઈ દેશ સાથે ટ્રેડ ડીલ કરવાનું જણાવ્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Japan સાથે Trade Deal કરવાની જાહેરાત કરી છે. જેમાં Japan સાથેના ઐતિહાસિક Trade Dealના પગલે હવે જાપાન પર અગાઉના 25%ના બદલે ફક્ત 15% જ Teriff લાગશે. આથી જાપાનીઝ કંપનીઓએ રાહતની લાગણી અનુભવતા Tokyoમાં શેરો ઉચકાયા હતા. ટ્રમ્પએ જાપાનના વડાપ્રધાન Ishibaએ બુધવારે આ Trade Dealની જાહેરાત કરી હતી. 

App Store

જાપાન અમેરિકામાં કરશે અબજો ડોલરનું રોકાણ

ટ્રમ્પે દાવો કર્યો છે કે જાપાન Americaમાં 550 અબજ ડોલરનું જંગી રોકાણ કરવાનું છે. જેને કારણે Americaમાં મોટાપાયા પર રોજગારીનું સર્જન થશે અને Americaને તેની વેપારખાધ ઘટાડવામાં પણ મદદ મળશે. આમ, અત્યારે Trump આખા એશિયામાંથી થઈને કુલ 2,000 અબજ ડોલરના રોકાણના વચનો લઈ ચૂક્યા છે. હવે તેમાથી કેટલું રોકાણ વાસ્તવિક ધોરણે થશે તે સમય જ કહેશે. 

ફિલિપાઇન્સ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરવામાં સફળ

અમેરિકાએ Japan ઉપરાંત Philippines સાથે પણ Trade Deal કરી છે.  Philippines સાથેના Trade Dealના કારણે Philippines પર હવે પહેલી ઓગસ્ટથી 20ના બદલે 19%ના દરે Teriff લાગશે. આ જ રીતે Indonesia સાથેના ડીલના કારણે તેના પર પહેલી ઓગસ્ટથી 32%ના બદલે19% જ Teriff લાગશે. ઇન્ડોનેશિયાએ તો American Products માટે તેનું બજાર ખરેખર ખૂલ્લુ મૂકી દીધું છે તેમ કહી શકાય. તેણે બધા અવરોધો હટાવી દીધા છે. પહેલી ઓગસ્ટની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે એશિયાના બીજા દેશો જેમની સાથે ડીલ થઈ નથી તેના પર reciprocal tariffs લાદવામાં આવે તેવી સંભાવના વધી ગઈ છે. 

American Products માટે બજાર ખૂલ્લું ન મૂકાય તો ઊંચો Teriff નાખવાની ટ્રમ્પની ધમકી

અમેરિકન પ્રમુખ Donald Trumpએ ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વમાં જે પણ દેશો અમેરિકા માટે તેમનું બજાર ખુલ્લુ નહીં મૂકે તેના પર ઊંચા દરે ટેરિફ નાખવાની ધમકી આપી. અમેરિકાની પહેલી ઓગસ્ટની ડેડલાઇન નજીક આવી રહી છે ત્યારે યુરોપીયન યુનિયન ટ્રમ્પ સાથે Trade Deal કરવાની વાત તો દૂર રહી પણ Counter Teriff નાખવાની તૈયારી કરી રહ્યુ હોવાથી Trump ગુસ્સે થયા છે. Europiyan Unionનું કહેવું છે કે America પર Counter Teriff નાખવાથી તેને 83 અબજ ડોલરની આવક થશે, જે ટ્રમ્પે નાખેલા ટેરિફના નુકસાનને સરભર કરવામાં મદદ કરશે. આમ, તેની સાથે જ એશિયામાં South Koriya, Vietnam, Laos, Myanmar, Cambodia, Malaysia, Thailand જેવા દેશોએ હજી સુધી ટ્રમ્પ સાથે Trade Deal કરી ન હોવાથી તે નારાજ છે.