ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથે હળવી પળોમાં કર્યું કઇંક એવું કે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી ગયા હતા. આ દરમિયાન ઇટાલીના વડાપ્રધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે ઇટાલી ગયા હતા. આ દરમિયાન ઇટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી સાથે જ્યોર્જિયા મેલોનીએ સેલ્ફી પણ ખેચી હતી. આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે ભારત 'આઉટરીચ રાષ્ટ્ર' તરીકે G-7 સમિટમાં ભાગ લઈ રહ્યું છે. G7 આઉટરીચ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી ગુરુવારે (13 જૂન) મોડી રાત્રે ઇટાલીના અપુલિયા પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેઓ વૈશ્વિક પડકારોને ઉકેલવા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે શુક્રવારે G-7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે અર્થપૂર્ણ ચર્ચા કરવા માટે ખૂબ જ ઉત્સુક છે. PM નરેન્દ્ર મોદીએ G7 સમિટના 'આઉટરીચ સેશન'માં ભાગ લેવા માટે અપુલિયા પહોંચ્યા પછી આ ટિપ્પણી કરી હતી.
અગાઉ પણ લીધી હતી સેલ્ફી
ઉલ્લેખનીય છે કે, અગાઉ સંયુક્ત આરબ અમીરાતમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટ (COP28)માં પણ ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી. જે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આ તસવીરમાં બંને હસી રહ્યાં છે. મેલોનીએ બાદમાં આ સેલ્ફી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી અને કહ્યું કે COP28માં સારા મિત્રો. #મેલોડી. આ દરમિયાન પીએમ મેલોનીએ હેશટેગ મેલોડીનો પણ ઉપયોગ કર્યો હતો.
instagram.com/p/C0Ubtp0Mi8t/






