Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Israel resumes shelling of Lebanon, ceasefire violated

ઈઝરાયલે લેબનોન પર ફરી શરૂ કર્યો તોપમારો, સીઝફાયરનું થયું ઉલ્લંઘન

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ઈઝરાયલે લેબનોન પર ફરી શરૂ કર્યો તોપમારો, સીઝફાયરનું થયું ઉલ્લંઘન
સોર્સ : Google

ઈઝરાયલ-લેબેનોન વચ્ચે 10 દિવસના યુધ્ધ-વિરામની પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કર્યા પછી દસ કલાકમાં જ તે યુધ્ધ-વિરામ ભાંગી પડયો છે. વાસ્તવમાં ગઇકાલે મધરાતના 12 અને એક મિનિટથી આ યુધ્ધ-વિરામ અમલી બન્યો હતો. તેવામાં ઈઝરાયલ આર્ટીલરીએ સરહદ પાસેના ખિયામ અને ડિબ્બિન શહેરોને નિશાન બનાવી તોપમારો શરૂ કરી દીધો.

App Store

આ માહિતી આપતા એક ન્યૂઝ એજન્સી જણાવ્યું છે કે પશ્ચિમની બેકા ખીણમાં રાશીયા ક્ષેત્ર અને જબલ-અલ-શેખના પશ્ચિમના ઢાળો ઉપર ઈઝરાયલના રોહી-વિમાન ઉડતાં હતાં. એક રિપોર્ટ પ્રમાણે પહેલા ઈઝરાયલી સેનાએ તે ગામોના નિવાસીઓને દક્ષિણે નહીં આવવા ચેતવણી પણ આપી દીધી હતી.

 10 દિવસ ચાલનારો યુધ્ધ વિરામ માત્ર 10 કલાકમાં જ પડી ભાંગ્યો

ઈઝરાયલી સેનાના પ્રવકતા અવિયાએ અટ્રાઇનીએ કહ્યું હતું કે, ઈઝરાયલી સૈનિકોએ પોતાની સ્થિતિ મજબૂત કરી નાખી છે. આનો અર્થ તે જ થયો કે ઈઝરાયલી સૈનિકો ત્યાંથી પાછા નહીં હઠે. અટ્રાઇનીએ કહ્યું કે, તેમની અને તેમના પરિવારની સલામતીની દ્રષ્ટિએ તેઓને બિનાની નદીની દક્ષિણે નહીં જવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પછી ઈઝરાયલી સેનાએ તોપમારો શરૂ કરી દીધો. આમ 10 દિવસ ચાલનારો યુધ્ધ વિરામ માત્ર 10 કલાકમાં જ પડી ભાંગ્યો.