Israel news: ફરી ઈઝરાયલ દ્વારા પેલેસ્ટાઈન રૅફ્યૂઝી કેમ્પ પર એર સ્ટ્રાઈક, 13નાં મોત, સેંકડો ઈજાગ્રસ્ત

Israel news: મધ્યપૂર્વમાં તંગદિલી તો પ્રસરી જ રહી છે. તેવામાં લેબેનોનનાં ભૂમધ્ય સમુદ્રનાં તટે રહેલાં સીડોન પાસેના ઐન એલ હીલવેર રૅફ્યૂઝી કેમ્પ પર ઈઝરાયલે ડ્રોન વિમાન દ્વારા કરેલા હુમલામાં ઓછામાં ઓછા 13નાં મૃત્યુ થયાં છે. અનેક ઘાયલ થયા છે. તેમ લેબેનોનની નેશનલ ન્યૂઝ એજન્સી પેલેસ્ટાઇની આરોગ્ય મંત્રાલયે ટાંકતાં જણાવે છે.
આ એરસ્ટ્રાઈક થતાં લગભગ નિરાધાર તેવા પેલેસ્ટાઈનીઓમાં અફડા તફડી મચી ગઈ હતી.
આ અંગે ઈઝરાયલી સેના જણાવે છે કે વાસ્તવમાં અમે તે કેમ્પની બાજુમાં આવેલાં કમ્પાઉન્ડ ઉપર હુમલો કર્યો હતો. આ કંપાઉન્ડનો ઉપયોગ આતંકીઓને શસ્ત્ર તાલિમ આપવા થઇ રહ્યો છે તેથી અમે તે સ્થળે કે તેવાં કોઈપણ સ્થળે હુમલા કરતા જ રહીશું.
છેલ્લાં બે વર્ષ દરમિયાન લેબેનોન ઉપર ઈઝરાયલે હવાઈ હુમલા કરે જ રાખ્યા છે અને પેલેસ્ટાઇનીઓમાં યુદ્ધખોર આતંકીઓને સમજણ નથી કે યુદ્ધખોરીથી તેમને જ નુકસાન થાય છે.

