VIDEO: કડી-નંદાસણ રોડ પર જય રણછોડ એસ્ટેટમાંથી ફૂડ વિભાગે નકલી ઓઈલ ફેકટરી ઝડપી
સોર્સ : GSTV
VIDEO: મહેસાણા જિલ્લાના કડી-નંદાસણ રોડ પર જય રણછોડ એસ્ટેટમાંથી સી.કે. પ્રોટિન્સ નામની નકલી તેલ બનાવતી ઓઈલ ફેકટરી ઝડપાઈ છે. મહેસાણા ફૂડ વિભાગે દરોડો પાડી નકલી તેલ બનાવતી ફેકટરીને ઝડપી લીધી છે. જૂના ટીનમાં સોયાબિન તેલ ભરી ખાદ્યતેલ બનાવતા હોવાનો ખુલાસો થયો છે.
મહેસાણાના કડી શહેરમાં આવેલા જય રણછોડ એસ્ટેટમાં ફૂડ વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સી.કે.પ્રોટિન્સ નામની ફેકટરીને ઝડપી હતી. આ ઓઈલ ફેકટરીમાં જૂના ટીનમાં ખાદ્યતેલ બનાવતી હતી. સોયાબીન ઓઈલ ઝડપાતા તેના નમૂના ફૂડ વિભાગે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. રિફાઈન્ડ સોયાબીન ઓઈલ લેબલવાળા 100 ડબ્બા પકડાયા હતા. ઓઈલ ફેકટરીમાંથી કુલ 636 ડબ્બા સાથે 3.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

