મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ઈઝરાયલે હમાસના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો, એરસ્ટ્રાઈકમાં ફતેહ શેરિફ મરાયો

ઈઝરાયલના લેબેનોન પર હવાઈ હુમલા સતત ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયલે હમાસની લેબેનોન શાખાના

ઈઝરાયલે હમાસના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો, એરસ્ટ્રાઈકમાં ફતેહ શેરિફ મરાયો

ઈઝરાયલના લેબેનોન પર હવાઈ હુમલા સતત ચાલુ છે. આ હુમલાઓમાં ઈઝરાયલે હમાસની લેબેનોન શાખાના કમાન્ડર ફતેહ શેરિફને પણ ઠાર માર્યો છે. ઈઝરાયલની વાયુસેનાએ આ માહિતી આપી છે. ઇઝરાયલી સંરક્ષણ દળ (IDF) એ સોમવારે (30 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે, તેણે હમાસની લેબેનોન શાખાના વડા ફતેહ શેરિફનો સફાયો કર્યો છે. જણાવી દઈએ કે, ઈઝરાયલી સેનાએ હિઝબુલ્લાહના પ્રમુખ નસરુલ્લાહ સહિતના ટોચના અનેક લોકોને મારી નાખ્યા છે. 

શેરિફને અમે ઠાર માર્યો : ઈઝરાયલ

IDF એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હુમલો વહેલી સવારે સટીકતાથી કરવામાં આવ્યો હતો. આજે દક્ષિણ લેબનાનના શહેર ટાયરમાં અલ-બાસ શરણાર્થી શિબિર પર હવાઈ હુમલામાં શેરિફ તેની પત્ની અને બાળકો સાથે માર્યો ગયો હતો. લેબેનોનમાં આતંકવાદી પ્રવૃતિઓના સંકલન પર દેખરેખ રાખતા શેરિફ માત્ર હમાસમાં મુખ્ય વ્યક્તિ જ નહોતા, પરંતુ તેમણે હમાસને હિઝબુલ્લાહના ઓપરેટિવ્સ સાથે જોડવામાં પણ ભૂમિકા ભજવી હતી.

હીઝબુલ્લાહ ચીફ હસન નસરૂલ્લાહને કર્યો હતો ઠાર

ઈઝરાયલી સેનાએ શનિવારે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ઈરાનનાં પીઠબળવાળા હીઝબુલ્લાહ જૂથનું 32 વર્ષથી નેતૃત્વ સંભાળનાર હસન નસરૂલ્લાહ ઈઝરાયલના પ્રચંડ બોમ્બ હુમલામાં મૃત્યુ પામ્યો છે. તેની સાથે તેની પુત્રી ઝૈનાબ અને એક હીઝબુલ્લાહ કમાન્ડર અલિ કારસી પણ મૃત્યુ પામ્યા છે.

આ સમાચાર શેર કરો