ઈરાન-લેબનોન ધમકી આપતા રહ્યા, ઈઝરાયેલે હિઝબુલ્લાના અનેક ઠેકાણા રાતોરાત ઉડાવી દીધા
Israel-Hamas war : મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા સંકટ વચ્ચે, ઇઝરાયેલી સૈન્ય (IDF) એ હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણા પર

Israel-Hamas war : મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા સંકટ વચ્ચે, ઇઝરાયેલી સૈન્ય (IDF) એ હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણા પર ઝડપી હુમલા શરૂ કર્યા. IDFનું કહેવું છે કે તેઓએ દક્ષિણ લેબનોનમાં રાતોરાત હુમલા કરીને હિઝબુલ્લાહની ઘણી જગ્યાઓને નષ્ટ કરી દીધી હતી.
ઈરાન અને લેબનોનની ધમકીઓ વચ્ચે હિઝબુલ્લાહના કેટલાક ઠેકાણા પર પર ઈઝરાયેલનો આ હુમલો થયો છે. ઈરાનમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો ઈઝરાયલ પાસેથી લેવાની જાહેરાત કરી હતી.
31 જુલાઈએ રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાથી નારાજ ઈરાને ઈઝરાયેલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન કોઈપણ સમયે યુદ્ધ શરૂ કરી શકે છે. અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ઈરાન અને હિઝબુલ્લાની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આ દેશો કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈઝરાયેલે હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓને રાતોરાત નષ્ટ કરી દીધા છે.






