VIDEO : ઇરાનના દિવંગત સુપ્રીમ લીડરને 4 મહિના બાદ સુપુર્દ-એ-ખાક કરાશે
સોર્સ : GSTV
ઇરાનના દિવંગત સુપ્રીમ લીડર ના અંતિમ સંસ્કાર આગામી મહિનામાં થવા જઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં થયેલા અમેરિકી અને ઇઝરાયલી સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ખામેનેઈના મૃત્યુના અંદાજે 4 મહિના 132 દિવસ બાદ આગામી 9 જુલાઈએ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઇરાન પર ચાલી રહેલા યુદ્ધ અને સુરક્ષા ચિંતાઓને કારણે અત્યાર સુધી આ કાર્યક્રમ મોકૂફ રખાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અલી ખામેનેઈનું મૃત્યુ 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા-ઇઝરાયલના સંયુક્ત હુમલામાં થયું હતું. તેમના અવસાન સાથે જ ઇરાન પર ત્રણ દાયકા કરતા વધુ સમયથી ચાલી રહેલા તેમના શાસનનો અંત આવ્યો હતો.

