Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran's attack causes major damage to Israel, more than 200 people injured in Tel Aviv

ઈરાનના હુમલાથી ઈઝરાયલને મોટું નુકસાન, તેલ અવીવમાં 200થી વધુ લોકો ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાનના હુમલાથી ઈઝરાયલને મોટું નુકસાન, તેલ અવીવમાં 200થી વધુ લોકો ઘાયલ
સોર્સ : GSTV

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈના મોતનો બદલો લેવા માટે ઈરાન અત્યારે ઈઝરાયેલ પર પ્રચંડ હુમલા કરી રહ્યું છે. ઈરાને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ અને અન્ય મહત્વના શહેરોને નિશાન બનાવીને સતત રોકેટ અને મિસાઈલમારો ચાલુ રાખ્યો છે.

App Store

તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના આ હવાઈ હુમલામાં તેલ અવીવની 40 થી વધુ ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ રહેણાંક અને વ્યાપારી ઈમારતો પર થયેલા હુમલાને કારણે ઈઝરાયેલમાં દહેશતનો માહોલ છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.