Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran-Russia tensions escalate for Trump; Putin Says, We Will Do for Iran

ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન; પુતિને સમર્થન આપી કહ્યું, 'ઈરાનના હિત માટે તમામ કામ કરીશું’

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન-રશિયાએ ટ્રમ્પનું વધાર્યું ટેન્શન; પુતિને સમર્થન આપી કહ્યું, 'ઈરાનના હિત માટે તમામ કામ કરીશું’
સોર્સ : gstv

એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) અવાર-નવાર ઈરાનને ધમકી આપી રહ્યા છે, તો બીજીતરફ રશિયા પહોંચેલા ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી (Iran Foreign Minister Abbas Araghchi) સાથે રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) મુલાકાત કરીને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. પુતિને ઈરાનને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે. પુતિને અરાઘચીને સ્પષ્ટ કહ્યું છે કે, ‘રશિયા તે તમામ કામ કરશે, જે ઈરાન અને ઈરાનની આસપાસના દેશોના હિતમાં હશે.’ ઈરાન હજુ પણ અમેરિકાની ધમકી અને આક્રમણનો સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાના ઈસ્લામાબાદમાં તાજેતરમાં જ અમેરિકા-ઈરાન વચ્ચે બે વખત યોજાયેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે, ત્યારે આવી ગંભી પરિસ્થિતિમાં ઈરાન-રશિયાની આ મિત્રતા ખૂબ મહત્ત્વની મનાઈ રહી છે.

App Store

ઈરાનના વિદેશમંત્રી સીધા જ રાષ્ટ્રપ્રમુખ પુતિનને મળ્યા

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આમ તો એક દેશના વિદેશમંત્રી બીજા દેશના રાષ્ટ્રપ્રમુખને નહીં, પરંતુ વિદેશમંત્રી સાથે જ મુલાકાત કરતા હોય છે, ત્યારે ઈરાનના વિદેશમંત્રીએ રશિયા પહોંચીને સીધા જ રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી હતી, તેથી આ મુલાકાત વ્યૂહાત્મક અને વર્તમાન સ્થિતિને લઈને ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. વિદેશમંત્રીની સીધી જ રાષ્ટ્રપ્રમુખ સાથે મુલાકાત પણ ભાગ્યે જ જોવા મળે છે. પુતિને પોતે જ અરાઘચીને મળવાનો સમય આપ્યો હતો. આ દર્શાવે છે કે, રશિયા આ મુલાકાતને કેટલું મહત્ત્વ આપી રહ્યું છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાએ પુતિનને ખાસ મેસેજ મોકલ્યો

રાષ્ટ્રપ્રમુખ પુતિને મુલાકાત કર્યા બાદ અરાઘચીએ સમર્થન બદલ રશિયાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ઈરાન-રશિયા વચ્ચે સંબંધો હજુ વધુ મજબૂત થશે. પુતિને કહ્યું કે, ‘મને ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ તરફતી ખાસ મેસેજ મળ્યો છે. પુતિને અરાઘચીને કહ્યું છે કે, તેઓ ઈરાન પહોંચીને સર્વોચ્ચ નેતાને શુભકામના અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના પહોંચાડે. આ એક રાજદ્વારી રીત છે, જેમાં બંને દેશોના સૌથી મોટા નેતાઓ એકબીજાને પોતાની વાત પહોંચાડે છે. આનાથી સ્પષ્ટ છે કે, બંને દેશો વચ્ચે સૌથી ઉચ્ચ સ્તરે વાતચીત થઈ રહી છે.

પુતિને ઈરાનને શું ખાતરી આપી?

રશિયાના રાષ્ટ્રપ્રમુખે વધુમાં કહ્યું કે, ‘રશિયાને આશા છે કે, ઈરાનની પ્રજા આ મુશ્કેલ સમયમાંથી બહાર આવી જશે અને કાયમી શાંતિ સ્થપાશે.’ આ દરમિયાન પુતિને  કહ્યું કે, મોસ્કો અને તેહરાન આગામી સમયમાં પણ આ સંબંધો આગળ વધારતા રહેશે.

આ મુલાકાતથી શું પડશે અસર?

ઈરાન-અમેરિકાની આ મિત્રતા વિશ્વને સ્પષ્ટ મેસેજ આપે છે કે, ઈરાન એકલું નથી. અમેરિકા અને તેના સાથી દેશો એકતરફ છે, જ્યારે રશિયાએ ઈરાન સાથે ઉભો હોવાની જાહેરાત કરી દીધી છે. આનાથી ઈરાનનું મનોબળ વધશે અને અમેરિકા સાથે શાંતિ મંત્રણામાં ઈરાન મજબૂત સ્થિતિમાં રહેશે, કારણ કે તેની સાથે રશિયા જેવી મોટી શક્તિ છે.