ઇરાને 7 દેશોમાં બેલાસ્ટિક મિસાઈલથી કર્યો હુમલો, અમેરિકી મિલિટ્રી બેઝને ટાર્ગેટ કર્યા

લાંબા સમયથી અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ટેન્શનની સ્થિતિ દેખાતી હતી. યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારે ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ આપેલી માહિતી અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક વિસ્તારોમાં ઈઝરાયલી સેના દ્વારા મોટો હુમલો કરી દેવામાં આવ્યો છે. જેની વળતી કાર્યવાહી કરતા ઈરાને પાંચ દેશોમાં અમેરિકી બેઝને ટાર્ગેટ કર્યા છે.
ઇઝરાયલ પછી ઇરાને પણ અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી છે. ઇરાને મધ્ય પૂર્વમાં સાત અમેરિકી લશ્કરી ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. નવીનતમ માહિતી અનુસાર ઇરાને સાઉદી અરેબિયા, જોર્ડન, બહેરીન, કુવૈત, કતાર અને યુએઈમાં સ્થિત અમેરિકી નૌકાદળના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. બહેરીને શનિવારે કહ્યું હતું કે, મિસાઇલ હુમલો ટાપુ રાજ્યમાં યુએસ નૌકાદળના 5મા ફ્લીટ મુખ્યાલયને નિશાન બનાવ્યો હતો. તેણે હુમલા વિશે તાત્કાલિક કોઈ વધુ વિગતો આપી નથી.
ઈરાનના અધિકારીએ હવે અમેરિકા અને ઈઝરાયલના હુમલાને પગલે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે પરમાણુ પ્રોજેક્ટ અંગે કોઈ સમાધાન કે વાતચીત નહીં થાય.
ઈરાને આડેધાડ હુમલા શરૂ કર્યા
ઈરાને હવે અમેરિકાને નિશાને લેવાનુ શરુ કર્યું છે. ઈરાને ઈઝરાયલની સાથે સાથે યુએઈ, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ ઉપર પણ આડેધડ મિસાઈલ હુમલા કરવાનું શરૂ કર્યું છે. માહિતી અનુસાર ઈરાને હવે મધ્યપૂર્વના 5 દેશો કતાર, બહેરીન, યુએઇ, કુવૈત અને ઈઝરાયલમાં એકસાથે મિસાઈલ હુમલા શરૂ કર્યા છે. ઈરાને આ હુમલાઓ દ્વારા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની શરૂઆત કરી છે.

