Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran blocks 'Strait of Hormuz', accusing US of violating agreement

અમેરિકા પર કરાર ભંગનો આરોપ લગાવી ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બ્લોક કર્યું, મિડલ ઈસ્ટમાં ફરી મોટો ભડકો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકા પર કરાર ભંગનો આરોપ લગાવી ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બ્લોક કર્યું, મિડલ ઈસ્ટમાં ફરી મોટો ભડકો
સોર્સ : gstv

અમેરિકા ઈરાન વચ્ચેના શાંતિ કરારના થોડા જ દિવસો બાદ ઈરાનની સંયુક્ત મિલિટરી કમાન્ડે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz)થી જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. તેની પાછળ તેમણે યુદ્ધ ખતમ કરવાવાળા કરાર (MOU)નું અમેરિકા દ્વારા ઉલ્લંઘન, દક્ષિણ લેબેનોનથી સેના ન હટાવવી અને ઇઝરાયલ દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનું કારણ જણાવ્યું છે.

App Store

કરારના ઉલ્લંઘન પર ઈરાનની આગામી ચેતવણી

ઈરાને આ નિર્ણયને પ્રથમ પગલું ગણાવ્યું છે અને ચેતવણી આપી છે કે જો ઉલ્લંઘન ચાલુ રહેશે, તો વધુ પગલાં લેવામાં આવશે. જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાને આ અઠવાડિયે એક કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી.

યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલી હુમલા

બીજી તરફ, અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર કરારના સમાચારોના થોડા જ કલાકો પછી શનિવારે દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયલી હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા, જેમાં બે બાળકો પણ સામેલ છે.