Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran attacked US bases using Chinese spy satellites

ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને ઈરાને કર્યા હતા યુએસ બેઝ પર હુમલા, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને ઈરાને કર્યા હતા યુએસ બેઝ પર હુમલા, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સોર્સ : gstv

ઈરાને ચીનના જાસૂસી સેટેલાઇટનો ઉપયોગ કરીને મધ્ય પૂર્વમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની રેકી કરી હતી. આ જાસૂસીને કારણે ઈરાનને તમામ મહત્વની જાણકારી મળી ગઈ હતી અને ત્યારબાદ યુદ્ધ દરમિયાન તેને અમેરિકન ઠેકાણાઓને વીણી-વીણીને નિશાન બનાવ્યા હતા. ચીની સેટેલાઇટનો આ ઉપયોગ 2024ના છેલ્લા દિવસોમાં કરવામાં આવ્યો હતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. 

App Store

ઈરાની સેનાએ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી

રિપોર્ટ અનુસાર, ઈરાને TEE-01B સેટેલાઇટ્સનો ઉપયોગ કર્યો હતો, જેને ચીની કંપની 'અર્થ આઈ' દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. ઈરાની સેનાની એરોસ્પેસ ફોર્સે આ સેટેલાઇટની સેવાઓ ખરીદી હતી. ચીન દ્વારા આ સેટેલાઇટ્સ લોન્ચ કર્યાના ગણતરીના દિવસોમાં જ ઈરાને તેની સેવાઓ લેવાનું શરૂ કરી દીધું હતું.

ચીન પર ટેરિફ લગાવવા અમેરિકાની ચાલ

બીજી તરફ, ચીની વિદેશ મંત્રાલયે આ રિપોર્ટને ધરમૂળથી ફગાવી દીધા છે. ચીનનું કહેવું છે કે તેના પર ટેરિફ લગાવવા માટે આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આ મનઘડંત આરોપોનો ઉપયોગ ચીન પર ટેરિફ લાદવાના બહાના તરીકે થઈ શકે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાન જણાવ્યું કે જો અમેરિકા અમારા પર ટેરિફ વધારશે તો અમે પણ તેનો જડબાતોડ જવાબ આપીશું. 

ઈરાની સેનાના દસ્તાવેજો લીક 

એક ખાનગી અખબાર મુજબ ઈરાની સેનાના લીક થયેલા દસ્તાવેજોના અભ્યાસ બાદ આ માહિતી સામે આવી છે. અખબારના જણાવ્યા અનુસાર, ઈરાની સેનાના કમાન્ડરોએ સેટેલાઇટ દ્વારા અમેરિકન સૈન્ય ઠેકાણાઓની મોનિટરિંગ કરવાના આદેશ આપ્યા હતા, ત્યારબાદ સેટેલાઇટની મદદથી તસવીરો અને અન્ય વિગતો મેળવવામાં આવી હતી.

ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો 

આ તસવીરો ઘણા સમય પહેલા એકઠી કરવામાં આવી હતી. ત્યારબાદ જ્યારે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા કર્યા, ત્યારે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો હતો. ઈરાને ઈરાક, કતાર, સાઉદી અરેબિયા સહિતના દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓ પર ઘાતક હુમલા કર્યા હતા. એવી પણ માહિતી છે કે ચીની સેટેલાઇટ્સની રેન્જમાં એશિયાનો મોટાભાગનો હિસ્સો આવે છે, આ ઉપરાંત લેટિન અમેરિકા સહિતના અન્ય ક્ષેત્રો પણ તેની ઝપેટમાં છે.

'ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે મારો ઈરાદો ચીનને ટાર્ગેટ કરવાનો છે'

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ચીન પર આરોપ લગાવી ચૂક્યા છે કે તેણે હથિયારો દ્વારા ઈરાનને મદદ કરી છે. ટ્રમ્પે કહ્યું હતું કે મેં કેટલાક દેશો પર 50 ટકા વધારાનો ટેરિફ લગાવવાની જે વાત કરી છે, તે મુખ્યત્વે ચીન માટે જ છે. મહત્વનું છે કે મે મહિનામાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ચીન પ્રવાસે જવાના છે. એવું પણ માનવામાં આવે છે કે કદાચ પોતાના પ્રવાસ પહેલા એક સારી ડીલ માટે ચીન પર દબાણ લાવવાની તેમની આ એક વ્યૂહનીતિ હોઈ શકે છે.